For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારને દાન આપવા છતાં બ્લેક મની લિસ્ટમાં આવી ગયું નામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ઓક્ટોબર: સોમવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંધનામામાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વિક બેંકોમાં રાખેલા કાળા નાણાં સાથે જોડાયેલા ત્રણ લોકોના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે, ત્યારબાદ હવે કેન્દ્ર સરકારની નિંદા થવા લાગી છે.

એસોસિએશન ફૉર ડેમોક્રેડિટક રિફૉર્મ્સ, ઇડીઆરના રિપોર્ટ અનુસાર ટિંબલો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોંગ્રેસની સાથે સાથે ભાજપને પણ ચૂંટણી દરમિયાન દાન આપ્યું હતું.

black-money-names

ટિંબલોએ ભાજપને નવ અને કોંગ્રેસને ત્રણ વખત દાન આપ્યું હતું. ટિંબલો પ્રાઇવેટ લિમિટેડ કંપનીની રાધા ટિંબલો દ્વારા ભાજપને એક કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસને કંપનીએ 65 લાખનું દાન આપ્યું હતું.

કંપની દ્વારા પાર્ટીને અંતિમ વખતે દાન વર્ષ 2011-2012માં આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. સ્પષ્ટ છે આ નવા ખુલાસા બાદ સરકારની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.

English summary
People named in black money list gave donations to BJP and Congress ADR report says so.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X