
હૈદરાબાદ એનકાઉન્ટરઃ ક્રાઈમ સીન પર લોકોએ લગાવ્યા જયકારા, વરસાવ્યા ફૂલ, જુઓ વીડિયો
હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટરનો ગેંગરેપ અને હત્યાના ચારે આરોપીઓના એનકાઉન્ટર પર ભલે સવાલ ઉઠી રહ્યા હોય પરંતુ સામાન્ય જનતાનો આ ઘટના બાદ પોલિસ પ્રત્યે દ્રષ્ટિકોણ બદલાઈ ચૂક્યો છે. હૈદરાબાદમા લોકો પોલિસના જયકારા લગાવી રહ્યા છે તેમના પર ગુલાબની પાંખડીઓથી વરસાદ કરીને તેમનુ સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. મહિલાઓ અને યુવતીઓ પોલિસને રાખડી બાંધી રહી છે, ફટાકડા ફોડી રહ્યા છે. એક દિવસ જેના માટે લોકો પોલિસથી નારાજ હતા આજે તેમને આંખ-માથા પર બેસાડવા માટે તૈયાર છે. કારણકે લોકોને લાગી રહ્યુ છે કે વેટનરી ડૉક્ટરને ન્યાય મળ્યો છે.

હૈદરાબાદમાં પોલિસ પર ફૂલોનો વરસાદ
એક દિવસ પહેલા સુધી તેલંગાના અને હૈદરાબાદ પોલિસ વેટનરી ડૉક્ટર હત્યાકાંડના કારણે જનતાના ગુસ્સાનો શિકાર બની રહી હતી. જેવી પોલિસે શુક્રવારે સવારે ચારે આરોપીઓને એનકાઉન્ટરમાં મારી નાખવાનો દાવો કર્યો, લોકોએ પોલિસ પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો. પોલિસના જણાવ્યા અનુસાર તે ચારે આરોપીઓને ક્રાઈમ સીન પર 26 વર્ષની ડૉક્ટર સાથે ગેંગરેપ, હત્યા અને ફરીથી તેના શબને સળગાવવાની ઘટનાની સીનને તબક્કાવાર રિક્રિએટ કરવા પહોંચી હતી. ત્યારે તે ચારે પોલિસની કસ્ટડીમાંથી ભાગવા લાગ્યા અન છેવટે પોલિસે તેમનુ એનકાઉન્ટર કરવુ પડ્યુ. જેવા ચારે આરોપીઓના ક્રાઈમ સીન પર માર્યા ગયાના સમાચાર શહેરમાં જંગલની આગન જેમ ફેલાયા, લોકો ત્યાં ઉમટી પડ્યા અને કાલ સુધી પોલિસને પોતાના ગુસ્સો બતાવનાર લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ શરૂ કરી દીધો.

પીડિતાના પડોશીઓએ પોલિસન રાખડી બાંધી
આ સમાચાર મળતા જ દેશમાંથી લોકો ઉજવણી કરવામાં લાગી ગયા છે. લોકો ઘટના સ્થળ પર પોલિસકર્મીઓ પર ફૂલોનો વરસાદ કરી રહ્યા છે. પીડિતાના પડોશમાં રહેતી મહિલાઓએ આરોપીનુ કામ તમામ કરવા માટે પોલિસકર્મીઓ રાખડી પણ બાંધી છે. આરોપીઓના મોતના સમાચારથી દિશાના પિતાએ પણ ખુશી વ્યક્તિ કરી છે અને કહ્યુ કે હવે તેમની દીકરીના આત્માને શાંતિ મળશે. સામાન્ય રીતે આખા દેશમાં આ એનકાઉન્ટર પર ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલુ જ નહિ ઘણી જગ્યાઓએ લોકો ફટાકડા ફોડીને પણ પીડિતાને ન્યાય મળવાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ
|
હૈદરાબાદની છાત્રાઓમા ઉત્સાહ
હૈદરાબાદની છાત્રાઓને જેવા આ એનકાઉન્ટરના સમાચાર મળ્યા કે તે એટલી ઉત્સાહિત થઈ ગઈ કે તેમને જ્યાં પણ પોલિસ જોવા મળે ત્યાં તેમના પક્ષમા નારા લગાવવા લાગે છે. આવુ જ દ્રશ્ય ત્યારે પણ જોવા મળ્યુ જ્યારે સવારે છાત્રાઓને લઈને જઈ રહેલી એક બસ ક્રાઈન સીન પાસેથી પસાર થઈ તો તેમાં હાજર છોકરીઓએ નારા લગાવીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો.
|
પોલિસના સમર્થનમાં જોરદાર નારા લાગ્યા
હૈદરાબાદ પોલિસ આજે હીરો બની ચૂકી છે. લોકો પોલિસ જિંદાબાદ, ડીસીપી ઝિંદાબાદ, એસીપી ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે. લોકોને લાગી રહ્યુ છે કે પોલિસે જે રીતે એનકાઉન્ટરમાં આરોપીઓને ઠાર માર્યા, તે સંપૂર્ણપણે યોગ્ય છે અને આવા કેસોમાં આ રીતે જ પીડિતાના તત્કાળ ન્યાય અપાવી શકાય છે.

કેવી રીતે શું થયુ
વેટનરી ડૉક્ટરનો ગેંગરેપ અને હત્યાના ચારે આરોપી 10 દિવસના પોલિસ રિમાન્ડ પર હતા. આ કેસની સુનાવણી માટે 4 ડિસેમ્બરે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ રચના કરવામાં આવી હતી. 27 નવેમ્બરે જ્યારે મહિલા ડૉક્ટર હાઈવે એનએચ 44 પર રાતે હોસ્પિટલમાંથી પાછી આવી રહી હતી ત્યારે તેની સ્કૂટી આ લોકોએ પંક્ચર કરી દીધી. ત્યારબાદ પીડિતાને છેતરીને પોતાની સાથે લઈ ગયા અને જધન્ય ઘટનાને અંજામ આપ્યો. ગઈ રાતે જ્યારે પોલિસ તેમના પોતાની સાથે ઘટનાને રિક્રિએટ કરવા લઈ ગઈ તો પોલિસ મુજબ તે ભાગવા લાગ્યા, જેના કારણે તેમનુ એનકાઉન્ટર કરવુ પડ્યુ.