For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કોરોના સંકટ વચ્ચે અડગ સફાઈકર્મીને પહેરાવી નોટોની માળા, વરસાવ્યા ફૂલો

પંજાબથી એક એવો વીડિયો સામે આવ્યો છે જ્યાં લોકો લૉકડાઉન દરમિયાન કામ કરી રહેલા સફાઈકર્મી પર છત પર ઉભા રહીને ફૂલ વરસાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશ હાલમાં કોરોના વાયરસ(કોવિડ-19) જેવી મહામારીને રોકવા માટે દરેક સંભવ કોશિશ કરી રહ્યો છે. વાયરસના સામૂહિક ફેલાવને રોકવા માટે દેશમાં 21 દિવસનુ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. જેના કારણે લોકો પોતપોતાના ઘરોમાં બંધ છે પરંતુ આ દરમિયાન અમુક લોકો એવા પણ છે જે સંકટની આ ઘડીમાં ઘરોમાંથી બહાર અને દેશની સેવા કરી રહ્યા છે જેવા કે ડૉક્ટર, પોલિસકર્મી અને સફાઈકર્મી વગેરે.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શેર કર્યો વીડિયો

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શેર કર્યો વીડિયો

પંજાબથી એક એવો વીડિયો સામે આવ્યો છે જ્યાં લોકો લૉકડાઉન દરમિયાન કામ કરી રહેલા સફાઈકર્મી પર છત પર ઉભા રહીને ફૂલ વરસાવી રહ્યા છે. વીડિયોમાં અમુક લોકોને તાળી વગાડતા પણ જોઈ શકાય છે. આ વીડિયોને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે ખુદ પણ આવી પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે વીડિયો પંજાબના નાભા વિસ્તારનો છે.

છતો પર ઉભા રહી તાળીઓ પાડી, ફૂલ વરસાવ્યા

જ્યાં અમુક સફાઈકર્મી મોહલ્લામાં કચરો લેવા અને સફાઈ કરવા પહોંચ્યા, ત્યારે ઘરોની છત પર ઉભેલા લોકો તેમના સ્વાગતમાં તાળીઓ વગાડવા લાગ્યા. લોકોએ છતો પર ઉભા રહીને ફૂલ પણ વરસાવ્યા અને તેમના કામ માટે આભાર માન્યો. વીડિયો શેર કરીને મુખ્યમંત્રીએ કેપ્શનમાં લખ્યુ, સફાઈકર્મીઓ પ્રત્યે નાભાના લોકોને સ્નેહ જોઈને પ્રસન્નતા થઈ. જો પ્રશંસાને પાત્ર છે. આ ખુશીની વાત છે કે આ મુશ્કેલ ઘડીમાં પણ લોકોના મનમાં સારાઈ છે. આ રીતે જે કોરોના સામે જંગમાં ભાગ લઈ રહ્યા છે, તેમનુ સમ્માન કરતા રહીએ.

જનતા કરફ્યુ દરમિયાન પણ તાળી-થળી વગાડીને અભિવાદન

જનતા કરફ્યુ દરમિયાન પણ તાળી-થળી વગાડીને અભિવાદન

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સામે કામ કરનારા કોરોના વૉરિયર્સ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસના જનતા કર્ફ્યુનુ ઓલાન કર્યુ હતુ. આ દરમિયાન સાંજે પાંચ વાગે દેશવાસીઓને ડૉક્ટર, સ્ટાફ, મીડિયા, સફાઈકર્મી, પોલિસકર્મીઓ માટે તાળી-થાળી વાગડીને અભિવાદન કર્યુ હતુ. અત્યાર સુધી ભારતમાં સંક્રમિત કેસની સંખ્યા 1359 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 35 લોકોના મોત પણ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ ગૃહ મંત્રાલયે SCને કહ્યુ, ‘કોરોના સામે લડાઈમાં ફેક ન્યૂઝ સૌથી મોટી અડચણ'આ પણ વાંચોઃ ગૃહ મંત્રાલયે SCને કહ્યુ, ‘કોરોના સામે લડાઈમાં ફેક ન્યૂઝ સૌથી મોટી અડચણ'

English summary
people showered flowers on sanitation workers in nabha punjab coronavirus lockdown watch video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X