રોડ કિનારે 45 દિવસથી ડેરો જમાવી બેઠો છે "ચમત્કારી સાપ"

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હી હરિયાણા બોર્ડર પર રેવલા ખાનપુર ગામ લોકોની ઉત્સુકતાનું કેન્દ્ર બની ચૂક્યું છે. આ ગામમાં રોડ કિનારે એક નાગે પોતાનું ઘર બનાવી લીધું છે. જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. લોકો નાગના સ્થાન પર ફૂલ અને માળા પણ ચડાવી રહ્યા છે. પથ્થરો પર ભગવાન શિવની ફોટો રાખવામાં આવી અને આવતા જતા લોકો ત્યાં ધૂપ અને અગરબત્તી સળગાવવા લાગ્યા. વન અધિકારીઓ સાપને લેવા માટે પણ આવ્યા પરંતુ ગામ લોકો એ તેમને એવું કરવા દીધું નથી.

વારંવાર પાછો આવે છે સાપ

વારંવાર પાછો આવે છે સાપ

રેવલા ખાનપુરમાં રોડ કિનારે એક નાગે પોતાનું ઘર બનાવી લીધું છે. છેલ્લા દોઢ મહિનાથી નાગ પથ્થરોની વચ્ચે બેઠો છે. તે અહીં જ રહે છે અને જયારે પણ કોઈ તેને અહીંથી ભગાવવા માટે આવે છે ત્યારે તે પોતાનું ફન ફેલાવીને તેમને ડરાવી દે છે. લોકો ઘ્વારા જણાવ્યું છે કે સાપ ખાલી તેમને ડરાવે છે પરંતુ કોઈને કરડ્યો નથી. લોકો નાગને ઘણીવાર જંગલમાં છોડીને આવ્યા પરંતુ તે વારંવાર પાછો આવી ગયો.

લોકોએ સાપની પૂજા શરૂ કરી

લોકોએ સાપની પૂજા શરૂ કરી

ત્યારપછી લોકો ઘ્વારા આ સાપની પૂજા શરૂ કરી દેવામાં આવી લોકો ઘ્વારા ફૂલ, માળા, ચુનરી અને ફોટો પણ લાવીને મુકવામાં આવ્યા. પથ્થરો પર ભગવાન શિવની ફોટો રાખવામાં આવી અને આવતા જતા લોકો ત્યાં ધૂપ અને અગરબત્તી સળગાવવા લાગ્યા. લોકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ કોઈ ચમત્કાર છે એટલે જ તો નાગ અહીં રહે છે. ત્યાં કેટલાક ઘ્વારા જણાવવામાં આવ્યું કે બની શકે છે કે નાગ બીમાર જોય અને વન અધિકારીઓ ઘ્વારા તેનો ઉપચાર થવો જોઈએ.

વન અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ ચમત્કાર નથી

વન અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ ચમત્કાર નથી

વન અધિકારીઓ સાપને લેવા માટે પણ આવ્યા પરંતુ ગામ લોકો એ તેમને એવું કરવા દીધું નથી. એક અધિકારીના જણાવ્યા અનુસાર સાપને ત્યાંથી હટાવવામાં પણ આવ્યો હતો પરંતુ ગામલોકો તેને પાછો લઈને આવી ગયા. વન અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ ચમત્કાર નથી પરંતુ સામાન્ય બાબત છે ઘણી વાર સાપ એવી જગ્યા પર પાછો આવી જાય છે જ્યાં તે પહેલા રહી ચુક્યો હોય. જંગલ ઓછા થવું પણ એક મોટું કારણ છે.

English summary
People starts worshipping roadside snake near delhi haryana border

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.