For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે 20 વર્ષમાં ક્યારેય નહોતુ થયુ એ લૉકડાઉને કરી બતાવ્યુ

કોરોના વાયરસના કારણે ઘણા દેશોમાં લૉકડાઉન કરવામાં આવ્યુ છે. લોકો પોતાના ઘરમાં છે જેણે પર્યાવરણને સારુ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

|
Google Oneindia Gujarati News

આમ તો કોરોના વાયરસ સંક્રમણે દુનિયાભરને પોતાની ચપેટમાં લઈ લીધુ છે અને લગભગ પોણા બે લાખ લોકોના આનાથી મોત થઈ ચૂક્યા છે પરંતુ કોરોના વાયરસના કારણે ઘણા દેશોમાં લૉકડાઉન કરવામાં આવ્યુ છે. લોકો પોતાના ઘરમાં છે જેણે પર્યાવરણને સારુ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. લૉકડાઉનના કારણે હવાની ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે. દિલ્લીની હવા કે જે ઝેરી બની ગઈ હતી અને પ્રદૂષિત હવાના કારણે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં તેની ગણતરી થવા લાગી હતી. પરંતુ હવે આમાં ઘણો સુધારો થયો છે. આ અંગેની પુષ્ટિ ખુદ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ કરી છે.

નાસાએ જારી કરી સેટેલાઈટ ઈમેજ

નાસાએ જારી કરી સેટેલાઈટ ઈમેજ

નાસા તરફથી આ બાબતે એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે 25 માર્ચે દેશમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યુ અને અહીં 130 કરોડ લોકો પોતાના ઘરોમાં રહેવા લાગ્યા. જેના કારણે ફેક્ટરી, કાર, બસ, ટ્રક, વિમાનોની ઉજાનો ઠપ્પ થઈ ગઈ. આ ગતિવિધિઓ અટકી ગયા બાદ નાસાની સેટેલાઈટ સેન્સરે એ જોયુ કે ઉત્તર ભારતમાં હવામાં પ્રદૂષણનુ સ્તર 20 વર્ષના પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયુ. માનવ નિર્માણ એરોસેલ એટલે કે હવામાં ભળેલા તરલ તેમજ ઠોસ કણ જે માનવનિર્મિત હોય છે, વર્ષ ભારતના ઘણા શહેરોમાં વધી રહ્યા હતા કે જે માનવીના ફેફસા અને કિડનીને ગંભીર રીતે પ્રભાવિત કરે છે.

પહેલા ક્યારેય આટલી સાફ નહોતી હવા

પહેલા ક્યારેય આટલી સાફ નહોતી હવા

યુનિવર્સિટીઝ સ્પેસ રિસર્ચ એસોસિએશનના પવન ગુપ્તાએ કહ્યુ કે અમને ખબર છે કે આવનારા અમુક દિવસોમાં લૉકડાઉની અસર આપણે જોઈશુ અને પર્યાવરણમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. પરંતુ મે ક્યારેય એપ્રિલ મહિનામાં ઉત્તર ભારતમાં હવામાં પ્રદૂષણનુ સ્તર આટલુ ઓછુ નથી જોયુ. નાસા તરફથી આની તસવીરો પણ જારી કરવામાં આવી છે જેમાં તુલનાત્મક રુપે બતાવવામાં આવ્યુ છે કે એરોસેલ ઘણુ ઓછુ થયુ છે. 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન વર્ષ 2016થી 2020 વચ્ચે આ ઘણુ વધુ રહેતુ હતુ. પરંતુ આ વર્ષે આમાં ઘટાડો જોવા મળ્યો છે.

દક્ષિણ ભારતમાં ખરાબ થઈ હવા

દક્ષિણ ભારતમાં ખરાબ થઈ હવા

હાલમાં જ ધૌલાઘર પર્વત પણ હવામાં પ્રદૂષણ ઘટવાના કારણે પંજાબમાં દેખાઈ રહ્યો હતો. દક્ષિણ ભારતની વાત કરીએ તો સેટેલાઈટ ડેટા દર્શાવે છે કે અહીં એરોસોલનુ સ્તર એટલુ નથી ઘટ્યુ પરંતુ અહીં અમુક વધારો થયો છે. છેલ્લા ચાર વર્ષોની તુલનામાં અહીં વધારો જોવા મળ્યો છે. અહીં જોવાની વાત એ છે કે આવનારા દિવસોમાં જ્યારે લૉકડાઉન હટે તો શું પ્રદૂષણનુ સ્તર એટલી ઝડપથી વધશે કે નહિ.

આ પણ વાંચોઃ MP: કોરોના સ્ક્રિનિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો, ASI ઘાયલઆ પણ વાંચોઃ MP: કોરોના સ્ક્રિનિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો, ASI ઘાયલ

English summary
People stay at home in Lockdown airborne particles dropped significantly in North India NASA images confirm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X