જો રામ મંદિર નહીં બન્યું તો લોકોનો ભાજપથી વિશ્વાસ ઉઠી જશે
ઝારખંડની રાજધાની રાંચી પહોંચેલા યોગ ગુરુ બાબા રામદેવે ફરી એકવાર રામ મંદિરની વાત કહી છે.
ઝારખંડની રાજધાની રાંચી પહોંચેલા યોગ ગુરુ બાબા રામદેવે ફરી એકવાર રામ મંદિરની વાત કહી છે. રાંચીની એગો સમિટમાં ભાગ લેવા પહોંચેલા બાબા રામદેવે જણાવ્યું કે ભાજપની કેન્દ્રં અને રાજ્યમાં સરકાર છે. જો બંને જગ્યા પર સરકાર હોવા છતાં પણ જો અયોધ્યામાં તેઓ રામ મંદિર નહીં બનાવી શક્યા તો લોકોનો સરકારથી વિશ્વાસ ઉઠી જશે. તેમને જણાવ્યું કે રામ મંદિર કોઈ રાજનીતિનો મુદ્દો નથી, તે રાષ્ટ્રની અસ્મિતાનો સવાલ છે એટલા માટે રામ મંદિર બનવું ખુબ જ જરૂરી છે.

જો રામ મંદિર નહિ બન્યું તો ભાજપથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે
આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે રામ મંદિર પર સરકારે કોઈ નિર્ણય લેવો પડશે. જો સરકારે તેના પર કોઈ નિર્ણય નહિ લીધો તો તેનો જવાબ પણ તેમને આપવો પડશે અને તેઓ કરોડો હિન્દુઓનો વિશ્વાસ પણ ગુમાવી દેશે.

રામ મંદિર નિર્માણ પર હિંદુઓ ધીરજ ગુમાવી રહ્યા છે: બાબા રામદેવ
બાબા રામદેવે કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ પર મોડું થવાને કારણે હિંદુઓ ધીરજ ગુમાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે જલ્દી સંસદમાં કાનૂન પસાર કરીને મંદિર નિર્માણનું કામ આગળ વધારવું જોઈએ.

હવે સરકારે વિચારવાનું છે કે મંદિર કઈ રીતે બનશે?
આ પહેલા પણ બાબા રામદેવે કહ્યું હતું કે ભગવાન રામ આ રાષ્ટ્રનું ચરિત્ર, સંસ્કૃતિ, સ્વભાવ અને આચરણ છે. તે કોઈ રાજનૈતિક મુદ્દો નથી પરંતુ આ રાષ્ટ્રની અસ્મિતા છે. મંદિર કહો, સ્માંરક કહો પરંતુ તે અયોધ્યામાં બનવું જોઈએ. આ વખતે આટલું આંદોલનનું સ્વરૂપ હોવા છતાં પણ મંદિર નહિ બન્યું તો લોકોનો વિશ્વાસ ઉઠી જશે. હવે તેઓ જ નક્કી કરે કે તેમને શુ કરવાનું છે?
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
