કયા બ્લડ ગ્રુપના લોકોને કોરોના વાયરસથી સૌથી વધુ જોખમ, રિસર્ચમાં થયો ખુલાસો
કોરોના વાયરસ દુનિયાના 137થી પણ વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધી વાયરસે આખી દુનિયામાં 7000થી વધુ લોકોના જીવ લીધા છે. આ વાયરસથી સંક્રમિત થનારાની સંખ્યા 1.90 લાખથી વધુ થઈ ચૂકી છે. ચીનમમાં આ વાયરસના કારણે 3200થી વધુ લોકોના જીવ ગયા છે. ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 147 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 3 લોકોનો મોત થઈ ચૂક્યા છે. વળી, ચીનના હુબેઈ પ્રાંતના ઝોંગનાન હોસ્પિટલના શોધકર્તાઓએ કોરોના વાયરસ વિશે નવો ખુલાસો કર્યો છે.

બ્લડ ગ્રુપ એ વાયરસથી જલ્દી સંક્રમિત થઈ શકે
આ અભ્યાસ દરમિયાન સામે આવ્યુ છે કે બ્લડ ગ્રુપ એ કોરોના વાયરસથી જલ્દી સંક્રમિત થઈ શકે છે જ્યારે બ્લડ ગ્રુપ ઓને વાયરસથી સંક્રમિત થવામાં સમય લાગે છે. ચીનના વૈજ્ઞાનિકોએ આ રિસર્ચ ઝોંગનાના હોસ્પિટલમાં કર્યુ જેમાં 2173 સંક્રમિત દર્દીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. આમાંથી 206 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા. આ બધા હુબેઈ પ્રાંતની હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા. તમને જણાવી દઈએ કે ચીનમાં આ વાયરસે સૌથી વધુ લોકોના જીવ લીધા છે.

બ્લડ ગ્રુપ ઓમાં સંક્રમણનો ખતરો ઓછો
આ અભ્યાસ દરમિયાન જોવા મળ્યુ કે વુહાનમાં 206 મૃતકોમાં 85 લોકોનુ બ્લડ ગ્રુપ એ હતુ જ્યારે 52 લોકોનુ બ્લડ ગ્રુપ ઓ હતુ. શોધકર્તાઓએ જોયુ કે બ્લડ ગ્રુપ એના દર્દીઓં સંક્રમણનો દર અને ગંભીર લક્ષણ વધુ વિકસિત થયા, આ બ્લડ ગ્રુપના દર્દીઓને વધુ સતર્ક નિરીક્ષણ અને ત્વરિત ઈલાજની જરૂર છે. અન્ય બ્લડ ગ્રુપની તુલનામાં બ્લડ ગ્રુપ ઓમાં સંક્રમણનો ખતરો ઓછો હતો. આ રિસર્ચનો રિવ્યુ હજુ થયો નથી પરંતુ બેલોરેટરી ઑફ એક્સપેરિમેન્ટલ હીમેટોલોજીના વૈજ્ઞાનિક ગાઓ યિંગદાઈએ કહ્યુ છે કે આ સ્ટડી કોરોના વાયરસનો ઈલાજ શોધવામાં મદદરૂપ સાબિત થશે.

ચીનમાં થયા સૌથી વધુ મોત
એ પણ કહેવામાં આવ્યુ છે કે જો તમારુ બ્લડ ગ્રુપ ઓ હોય તો એનો અર્થ એ નહિ કે તમે બિલકુલ સુરક્ષિત છો. સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી સુરક્ષા ગાઈડલાઈનનુ પાલન કરો. ભારતમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો કુલ 147 કેસોમાં 122 ભારતીય અને 25 વિદેશી નાગરિકો છે. કોરોનાના વધતા કેસોને જોતા કેન્દ્ર સરકારે પ્રાઈવેટ લેબને લપણ આ બિમારીની તપાસના અધિકાર આપવાનો નિર્ણય લીધો છે. ઘણા રાજ્યોમાં શાળા-કૉલેજો 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે અને ભીડવાળા સ્થળો પર લોકોને જવાથી રોકી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસના વધતા પ્રભાવને જોતા લોકોને પોતાના ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ કોરોનાનો બંગાળમાં પહેલો કેસ, હરિયાણામાં પણ મંદિર-મૉલ બધુ બંધ