બચકા સામે ભર્યું બચકુને ગુમાવ્યો જીવ, જાણો સાપને કરડવાથી શું થાય છે?
પટના : બિહારમાં એક વ્યક્તિએ ગુસ્સામાં આવીને ઝેરી સાપને ચાવ્યો હતો. તેને ગુસ્સો આવ્યો હતો કારણ કે, સાપ તેને કરડ્યો હતો. નશોની સ્થિતિમાં તે માણસ સાપને હાથમાં પકડીને ચાવતો હતો. સાપ પણ તેને સતત કરડી રહ્યો હતો. જ્યારે સાપ આખરે મરી ગયો હતો, ત્યારે માણસે તેને નજીકના ઝાડ પર લટકાવી દીધો હતો.
પરિવારના સભ્યોએ તેને તાત્કાલિક હોસ્પિટલ જવાનું કહ્યું હતું. ગ્રામજનોએ પણ તાત્કાલિક સારવાર માટે આગ્રહ કર્યો હતો, પણ વ્યક્તિ એ જ રટ સાથે સૂઈ ગયો કે સાપ બાળક હતું, તેને કંઈ થશે નહીં.

માણસે સાપ કરડ્યાનો બદલો લીધો
બિહારના નાલંદા જિલ્લામાં નશાની હાલતમાં એક વ્યક્તિએ ઝેરી સાપને ચાવ્યો હતો. આ ઘટના જિલ્લા મુખ્યાલય બિહારશરીફથી આશરે 25 કિમી દૂર ચાંડી પોલીસસ્ટેશનના માધોડીહ ગામની છે.
આ ઘટના રવિવારની સાંજે બની હતી, જ્યારે 65 વર્ષીય રામા મહતો નામનો વ્યક્તિ તેના ઘરની બહાર બેઠો હતો, ત્યારે તેને ઝેરી ક્રેઈટકરડ્યો હતો. રામ નશામાં હતો, પરંતુ તે પરિસ્થિતિમાં પણ તેણે કોઈક રીતે સાપને પકડ્યો અને કંઈપણ વિચાર્યા વગર, તેણે સાપને તેના હાથમાં પકડી લીધો અને જેબાદઝેરી સાપને ચાવવા લાગ્યો હતો.

વૃદ્ધ માણસ બીજા દિવસે સવારે મૃત હાલતમાં મળી આવ્યો
લોકોએ જણાવ્યું કે, જ્યારે તે નાના સાપને ચાવતો હતો, ત્યારે તેણે તેના ચહેરાને 10થી વધુ વખત કરડ્યો હતો. બાદમાં જ્યારે સાપ મરી ગયો ત્યારે તેણેતેને નજીકના ઝાડ પર ફેંકી દીધો. પરિવાર અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેમને મહતોને હોસ્પિટલમાં સારવાર માટે જવા કહ્યું હતું, પરંતુ તેણે ના પાડી અને સૂઈગયો હતો.
માધોડીહ પંચાયત સમિતિના પ્રમુખ ભૂષણ પ્રસાદે મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે દાવો કર્યો હતો કે, સાપ એક બાળક હતો અને તેથી તે ઝેરી નહીં હોય. જે બાદબીજા દિવસે સવારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

તુ મને કરડ્યો અને હવે હું તને કરડીશ
આ કેસમાં ચંડી પોલીસ સ્ટેશનમાં સાપ કરડવાની FIR નોંધવામાં આવી છે. રામા મહતોના પરિવારના સભ્યોએ પોલીસને આપેલા નિવેદનમાં જાણ કરી છે કે, તેણેદારૂ પીધો હતો (દારૂ પર બિહારમાં પ્રતિબંધ છે) અને તે તેના ઘરની બહાર બેઠો હતો. ત્યારે એક નાનો સાપ (કરાઈત) તેને કરડ્યો હતો. તેણે સાપને પકડ્યો અનેબદલો લેવા માટે તેને ચાવવા લાગ્યો હતો.
મહતોએ કહ્યું છે કે, સાપના કરડવા પર મહતોએ કહ્યું કે 'તારી પાસે ઘણી હિંમત છે! તું મને કરડ્યો છે અને હવે હું તનેકરડીશ. જે બાદ તે સાપને ચાવવા લાગ્યો અને મારી નાખ્યો હતો.

સાપના કરડવાથી દર વર્ષે સરેરાશ 58,000 લોકો મૃત્યુ પામે છે
ઉલ્લેખનીય છે કે, ભારતીય ઉપખંડમાં જોવા મળતા સામાન્ય ક્રેઈટને બ્લુ ક્રેઈટ પણ કહેવામાં આવે છે, જે સાપની ખૂબ જ ઝેરી પ્રજાતિ છે. તે સાપની ચાર મુખ્યજાતિઓમાંની એક છે, જે ભારત અને બાંગ્લાદેશમાં મોટા ભાગના સાપ કરડે છે. એક આંકડા મુજબ એકલા બિહારમાં દર વર્ષે લગભગ 4,500 હજાર લોકો સાપનાકરડવાથી મૃત્યુ પામે છે.
અન્ય એક આંકડા મુજબ છેલ્લા બે દાયકામાં ભારતમાં આશરે 1.2 મિલિયન લોકો સાપના કરડવાથી મૃત્યુ પામ્યા છે, એટલે કે દર વર્ષે સરેરાશ58,000 લોકો સાપ કરડવાના શિકાર બને છે.

આ સાપની પ્રજાતિઓ ભારતમાં જીવલેણ છે
એક સંશોધન મુજબ સાપ કરડવાની સૌથી વધુ ઘટનાઓ બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ગુજરાતમાં નોંધાયછે, જ્યાં છેલ્લા બે દાયકામાં સાપને કારણે થતા મૃત્યુમાં વધારો થયો છે.
લગભગ 70 ટકા કેસ નોંધાયા છે. સાપ કરડવાની ઘટનાઓ ઉનાળા દરમિયાન સૌથી વધુ હોયછે અને વરસાદની ઋતુમાં પણ જ્યારે સાપ તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર આવે છે. ભારતમાં મોટા ભાગના સાપ કરડવાથી મૃત્યુ માટે રસેલ વાઇપર, ક્રેટઅને કોબ્રા જવાબદાર છે. બાકીના મૃત્યુ સાપની 12 અન્ય પ્રજાતિઓના કારણે થયા છે. (તસવીરો સંકેતિક છે)