પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફરીથી વધારો, પેટ્રોલ 2.21 રુપિયા મોંઘુ, નવો ભાવ અડધી રાતથી લાગૂ
ફરીથી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, પેટ્રોલ 2.21 રુપિયા અને ડિઝલ 1.79 રુપિયા પ્રતિ લિટર મોંઘુ...
પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. હવે પેટ્રોલ 2.21 રુપિયા અને ડિઝલ 1.79 રુપિયા પ્રતિ લિટર મોંઘુ થયુ છે. નવા ભાવો આજ રાતથી લાગૂ થશે. તમને જણાવી દઇએ કે છેલ્લા થોડા સમયથી સતત પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારાની સંભાવના દર્શાવવામાં આવતી હતી.

ક્રૂડ ઓઇલના ભાવોમાં સતત થઇ રહેલા વધારાને કારણે સભાવના દર્શાવવામાં આવી રહી હતી કે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં 6 રુપિયા સુધીનો વધારો થઇ શકે છે પરંતુ તેલ કંપનીઓએ થોડી રાહત આપીને ભાવ 2.21 પૈસા વધાર્યા જ્યારે ડિઝલના ભાવ 1.79 રુપિયા વધાર્યા. દેશમાં આજે સામાન્ય જનતા નોટબંધીના કારણે પહેલેથી જ રોકડનો માર સહન કરી રહી છે. એવામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો તેમની ચિંતામાં વધારો કરી શકે છે.












Click it and Unblock the Notifications
