For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેલિને મચાવી તબાહી, જૂઓ સવારની ખૌફનાક તસવીરો

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વર, 13 ઓક્ટોબરઃ બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન ફેલિને આખી રાત ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી રાત્રે નવ વાગ્યે ઓરિસ્સાના ગોપાલપુર તટને અથડાયા બાદ તોફાને ઓરિસ્સામાં દસ્તક આપી. તોફાનની આહટ સાથે જ તબાહીને લઇને ભારે નુક્સાનની આશંકા દર્શાવવામાં આવી રહી હતી.

તોફાન ઓરિસ્સા અને આંઘ્ર પ્રદેશના તટવર્તીય વિસ્તારો સાથે અથડાયા બાદ હવે અંદરના વિસ્તારોમાં દાખલ થઇ ચૂક્યું છે. મોસમ વિભાગ અનુસાર અસર દેશના સાત રાજ્યોમાં રહેશે. જો કે, તટીય વિસ્તારો સાથે ટકરાયા બાદ ફેલિનની ઝડપ ઓછી થઇ ગઇ છે, જેના કારણે તોફાને હજુ સુધી કોઇ ભંયકર તબાહી મચાવી નથી. તોફાનના કારણે અનેક સ્થળે જનજીવન અસ્ત વ્યસ્ત છે. હવાઓની ઝડપ ઓછી થવાથી સેના રાહત કામમાં જોતરાઇ ગઇ છે.

મળતી તાજી માહિતી અનુસાર ફેલિન ઓરિસ્સાના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં જતું રહ્યું છે. તોફાનના કારણે ઓરિસ્સાના અનેક જિલ્લામાં ભારે વરસાદ સાથે ઝડપ હવાઓ ફુંકાઇ રહી છે, પરંતુ તેની ઝડપ ધીરે-ધીરે ઓછી થઇ રહી છે. રાજ્યમાં વિજળી વ્યવસ્થા ઠપ થઇ ગઇ છે, ફોન સેવા પણ પ્રભાવિત થઇ છે. મોસમ વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આશંકા છે. માછીમારોને સમુદ્ર તટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. રસ્તાઓમાં વૃક્ષો ધરાશયી થયા છે. કાચા મકાનો અને જૂની ઇમારતો પડી ગઇ હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.

ફેલિને સર્જી તબાહી

ફેલિને સર્જી તબાહી

ફેલિને ઓરિસ્સામાં તબાહી મચાવી છે. રસ્તાઓમાં અનેક સ્થળે વૃક્ષો જમીનદોસ્ત થયાના અહેવાલ છે. જો કે, આશંકા કરતા ઓછી તબાહી મચી છે. ઓરિસ્સામાં સાત લોકોના મોત નીપજ્યાં છે.

રુંવાટા ઉભા કરી દે તેવી તસવીરો

રુંવાટા ઉભા કરી દે તેવી તસવીરો

ફેલિનના તોફાનથી અનેક સ્થળો પર તબાહી મચી છે, જેને રુંવાટા ઉભા કરી દે તેવી તસવીરો સામે આવી રહી છે. ફેલિને શરૂઆતથી જ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે, જેની કલ્પના જ કંપાવી મુકે તેવી છે.

સુપર સાઇક્લોન નથી

સુપર સાઇક્લોન નથી

મોસમ વિભાગે ફેલિન ચક્રવાતની ઝડપને જોતા તેને સુપર સાઇક્લોન માનવાનો ઇન્કાર કરી દીધો છે. ફેલિનની ઝડપ 200 કિમી પ્રતિ કલાકની છે. વૈજ્ઞાનિક તેને લેવલ 6નુ તોફાન માની રહ્યાં છે, એટલે કે આ સુપર સાઇક્લોન નથી, જે લેવલ 7નું હોય છે.

આગળ વધ્યું તોફાન

આગળ વધ્યું તોફાન

ગોપાલપુર તટ સાથે અથડાયા બાદ તોફાન તબાહી ફેલાવુત આગળ વધી ચૂક્યું છે. તોફાન હવે ઓરિસ્સાના પશ્ચિમ વિસ્તારો તરફ આગળ વધ્યું છે.

અંધકારમય ઓરિસ્સા

અંધકારમય ઓરિસ્સા

ફેલિનના બગડેલા મિજાજના કારણે વિજળીના અનેક થાંભલાઓ ઉખડી ગયા છે. વિજળી અને ટેલિફોન સેવા ઠપ થઇ ચૂકી છે. જો કે, હાલ જાનમાલને નુક્સાન પહોંચ્યું હોવનું સ્પષ્ટ આંકલન લગાવી શકાય નહીં, કારણ કે અસર હજુ ચાલું જ છે.

48 કલાક સુધી થશે વરસાદ

48 કલાક સુધી થશે વરસાદ

મોસમ વિભાગ અનુસાર આગામી 48 કલાક સુધી વરસાદ રહેશે, ઓરિસ્સા સહિત આસપાસના અનેક રાજ્યોમાં સતત મુસળધાર વરસાદ થઇ રહ્યો છે.

સેના અને સરકાર તૈયાર

સેના અને સરકાર તૈયાર

ફેલિનને આશંકા કરતા ઓછી તબાહી મચાવી છે. તબાહી ઓછી થાય તે માટે તમામ ઉપાયો કરવામાં આવ્યા છે. પ્રશાસન અને એનડીઆરએફની ટીમે રાહતકાર્ય શરૂ કર્યાં છે.

સરકારે આપ્યો ભરોસો

સરકારે આપ્યો ભરોસો

ફેલિન તોફાનથી થનારી તબાહીની આશંકાને જોતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ કહ્યું કે, સરકાર અને કોંગ્રેસ આ આપદાને નિપટવા માટે શક્ય તેટલું કરશે.

ઓરિસ્સા સાથે બંગાળમાં પણ અસર

ઓરિસ્સા સાથે બંગાળમાં પણ અસર

ફેલિન તોફાનની અસર ઓરિસ્સા ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ પોતાની અસર દેખાઇ રહી છે. બંગાળમાં હલ્દિયા પાસે દરિયામાં ચીન જઇ રહેલું વિમાન લાપતા થઇ ગયુ છે. જહાજમાં 30 લોકો યાત્રા કરી રહ્યાં હતા.

જનજીવન અસ્ત વ્યસ્ત

જનજીવન અસ્ત વ્યસ્ત

ફેલિનના કારણે ઓરિસ્સાના અનેક જિલ્લા અંધકારમય થયા છે. આંઘ્ર પ્રદેશના ત્રણ તટવર્તીય જિલ્લામાં વિજળી બંધ કરી દેવામાં આવી છે.

શ્રીકાકુલમ અને વિજયનગરમમાં ભારે વરસાદ

શ્રીકાકુલમ અને વિજયનગરમમાં ભારે વરસાદ

ફેલિન અંદાજે 200 કિમી પ્રતિ કલાકની ઝડપથી આવ્યો હતો. લોકોમાં દરિયા પાસે જવાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે. પારાદીપ પોર્ટને સુરક્ષાના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે.

રેલ, હવાઇ સેવા પર અસર

રેલ, હવાઇ સેવા પર અસર

તોફાનના કારણે રેલ સેવા અન હવાઇ સેવા સેવા પર પણ અસર થઇ છે. તોફાનના કારણે કુલ 56 ટ્રેનો રદ કરવામાં આવી છે. હાવરા અને વિશાખાપટ્ટનમ વચ્ચેની તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. ભુવનેશ્વર જનારી ઉડાનો પણ રદ કરવામાં આવી છે.

7 રાજ્યો પર અસર

7 રાજ્યો પર અસર

મોસમ વિભાગે જણાવ્યા પ્રમાણે ફેલિનની અસર દેશના 7 રાજ્યો પર રહેશે. જો કે, તટ સાથે અથડાયા બાદ ફેલિનની ઝડપ ઘટી ગઇ છે, તેના કારણે તોફાને હજુ સુધી કોઇ ભંયકર તબાહી મચાવી નથી.

રાષ્ટ્રપતિએ બદલ્યો રસ્તો

રાષ્ટ્રપતિએ બદલ્યો રસ્તો

પશ્ચિમ બંગાળના પ્રવાસ પર ગયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ફેલિનના કારણે પોતાનો પ્રવાસ રદ કરીને અધવચ્ચેથી જ દિલ્હી પરત ફર્યા છે.

સરકારી ઓફીસોમાં રજા રદ

સરકારી ઓફીસોમાં રજા રદ

ફેલિનના કારણે ઓરિસ્સાની સરકારી ઓફીસોમાં દશેરાની રજા રદ કરી દેવામાં આવી છે.

રસ્તાઓ પર વૃક્ષો ધરાશયી

રસ્તાઓ પર વૃક્ષો ધરાશયી

મોસમ વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આશંકા છે. માછીમારોને સમુદ્ર તટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. રસ્તાઓમાં વૃક્ષો ધરાશયી થયા છે. કાચા મકાનો અને જૂની ઇમારતો પડી ગઇ હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.

બિહારમાં પૂરનો ખતરો

બિહારમાં પૂરનો ખતરો

મોસમ વિભાગ અનુસાર તોફાનના કારણે બિહારમાં પૂર આવવાની શક્યતાઓ છે, આગામી 48 કલાક સુધી બિહારમાં ભારે વરસાદ થશે. ત્યારબાદ નેપાળ નજીક આવેલા વિસ્તારોમાં ભારે વરસાદ થશે.

સેના અને સરકાર થઇ ગઇ સજ્જ

સેના અને સરકાર થઇ ગઇ સજ્જ

તોફાન સાથે લડવા માટે એનડીઆરએપની 38 ટીમો ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં રાહત કાર્યમાં લાગેલી છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માટે ઇન્ડિયન એરફોર્સની ટીમો તેનાત છે.

મોતનો મંજર

મોતનો મંજર

ફેલિનની તબાહીમાં ઓરિસ્સામાં 11 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે ઘર અને સંપત્તિને ભારે નુક્સાન થયું છે.

English summary
phailin leaves trail of destruction and cyclone intensity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X