For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં કાકા-ભત્રીજા વચ્ચે જંગ, કોણ મારશે બાજી

ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં કાકા-ભત્રીજા વચ્ચે જંગ, કોણ મારશે બાજી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે મુલાયમ સિંહ યાદવના પરિવારનો મોટો દાવ લાગેલો છે. આ દરમિયાન તેમના પરિવારના ચાર સભ્યોના રાજનૈતિક ભાગ્યનો ફેસલો થનાર છે. આ તબક્કામાં રાજ્યની 10 લોકસભા સીટ પર ચૂંટણી થઈ રહ્યું છે, જેમાંથી 7 સીટ અત્યારે ભાજપ પાસે છે. મંગળવારે જે વિસ્તારમાં ચૂંટણી થઈ રહી છે, તેને સમાજવાદી પાર્ટીનું સ્ટ્રોલન્ગ હોલ્ડ માનવામાં આવે છે અને 2014માં મોદી લહેર છતાં મુલાયમના પરિવારના સભ્યોએ 5માંથી 3 સીટ જીતી લીધી હતી. પરંતુ આ વખતે સૌથી દિલચસ્પ વાત એ છે કે મુલાયમ પરિવારની અંદર જ રાજકીય ટક્કર જોવા મળી રહી છે.

આ સીટ બીજીવાર જીતવાનો પ્રયાસ

આ સીટ બીજીવાર જીતવાનો પ્રયાસ

આ ચૂંટણીમાં મૈનપુરીથી મુલાયમ સિંહ યાદવ, બદાયૂથી ભત્રીજા ધર્મેન્દ્ર યાદવ અને ફિરોઝાબાદથી બીજો ભત્રીજો અને રામગોપાલ યાદવનો દીકરો અક્ષય યાદવ ચૂંટણી મેદાનમાં છે. આ ત્રણેય સીટ પર પાછલી વખતે પણ યાદવ પરિવારના સભ્યો જીતી લોકસભા પહોંચ્યા હતા. મુલાયમે મૈનપુરી સીટની સભ્યતા છોડી આઝમગઢની સીટ પોતાની પાસે રાખી હતી, તો પેટાચૂંટણીમાં પરિવારના જ તેજ પ્રતાપ યાદવ મૈનપુરીથી જીતી લોકસભામાં દાખલ થયા હતા.

કાકા-ભત્રીજાની જંગ

કાકા-ભત્રીજાની જંગ

આ વખતે મુલાયમ પરિવાર માટે સૌથી રોચક મુકાબલો ફિરોઝાબાદમાં જોવા મળી રહ્યો છે, જ્યાંથી એક બાજુ મુલાયમના સગા ભાઈ અને બીજી બાજુ ચચેરા ભાઈનો દીકરો ચૂંટણી મેદાનમાં છે. અહીંથી મુલાયમનો દીકરો અખિલેશે પોતાના કાકા રામપાલ યાદવના દીકરા અક્ષય યાદવને ટિકિટ આપી છે, તો તેમના મુકાબલે અખિલેશના સગા કાકા શિવપાલ યાદપ મેદાનમાં ઉભા છે. ભત્રીજા સાથે બબાલ થયા બાદ શિવપાલ યાદવે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી બનાવી છે. માત્ર ફિરોઝાબાદ જ નહિ યૂપીની કેટલીય સીટો પર પણ શિવપાલ યાદવે પોતાના ઉમેદવારોને ઉતારી મહાગઠબંધનના ઉમેદવારોનું ટેન્શન વધારી દીધું છે. કેમ કે શિવપાલ યાદવની સપા ગઠબંધનમાં મજબૂત પકડ હતી અને તેના આધારે તેમને મુલાયમ બાદ પરિવારના બીજા જનાધાર વાળા નેતા માનવામાં આવી રહ્યા છે. એવામાં જોવાનું રહેશે કે તેઓ ભત્રીજા અખિલેશની રાજકીય ચાલને કઈ રીતે પરસ્ત કરે છે.

રાહુલે કર્યો કટાક્ષઃ મીડિયાએ જો મનની વાત લખી દીધી તો મોદીજી દંડા મારશેરાહુલે કર્યો કટાક્ષઃ મીડિયાએ જો મનની વાત લખી દીધી તો મોદીજી દંડા મારશે

મહાગઠબંધનથી પરિવારનો રસ્તો આસાન

મહાગઠબંધનથી પરિવારનો રસ્તો આસાન

જે સીટો પર યાદવ પરિવાર પોતાની રાજકીય કિસ્મત અજમાવી રહ્યો છે, ત્યાં તેઓ મોદી લહેરમાં પણ જીતવામાં સફળ હ્યા હતા. સમાજવાદી પાર્ટીએ 2014માં પરિવારની 5 સીટ જીતી હતી. આ વખતે તેમને બુઆ-બબુઆ વચ્ચે થયેલ ચૂંટણી ગઠબંધનો પણ ફાયદો મળી રહ્યો છે. માટે માનવામા આવી રહ્યું છે કે પરિવારને પોતાની કોઈપણ સીટ પર સત્તાધારી ભાજપથી કોઈ મોટો પડકાર મળી શકે છે. જે પણ ચૂંટણી છે તે અખિલેશ યાદવે પોતાના કાકાની પાર્ટીથી જ પડકાર મળી શકે છે.

English summary
Phase 3 polls in UP to decide fate of four members of Mulayam's clan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X