For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનને ઝટકો, ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે ફિલિપાઇન્સ, ડિલ ફાઇનલ

એક સમય હતો જ્યારે સેના માટે ઉપલબ્ધ દરેક સાધન વિદેશથી મંગાવવું પડતું હતું, પરંતુ હવે ભારત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ભારતીય વૈજ્ઞાનિકોની મહેનતના કારણે આપણા દેશમાં બનેલા શસ્ત્રો અને મિસાઈલ વિદેશોમાં સતત વેચાઈ રહ્યા છે. તાજે

|
Google Oneindia Gujarati News

એક સમય હતો જ્યારે સેના માટે ઉપલબ્ધ દરેક સાધન વિદેશથી મંગાવવું પડતું હતું, પરંતુ હવે ભારત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ભારતીય વૈજ્ઞાનિકોની મહેનતના કારણે આપણા દેશમાં બનેલા શસ્ત્રો અને મિસાઈલ વિદેશોમાં સતત વેચાઈ રહ્યા છે. તાજેતરના કિસ્સામાં, ફિલિપાઇન્સે ભારત સાથે વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક એન્ટિ-શિપ ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની ખરીદીને મંજૂરી આપી છે. ચીને આ ડીલ રોકવા માટે ઘણો જોર લગાવ્યો હતો, પરંતુ અંતે બંને દેશોએ સાથે મળીને તેની દાદાગીરી કાઢી નાખી હતી.

374 મિલિયન ડોલરની ડીલ

374 મિલિયન ડોલરની ડીલ

ફિલિપાઈન્સ સરકારે બ્રહ્મોસ એરોસ્પેસ પાસેથી મિસાઈલ ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ સોદો 374 મિલિયન ડોલરનો છે. આ બાબતે, ફિલિપાઈન્સના રાષ્ટ્રીય સંરક્ષણ સચિવ ડેલ્ફીન લોરેન્ઝાનાએ ફેસબુક પર પોસ્ટ કર્યું કે મેં તાજેતરમાં ફિલિપાઈન નેવી કોસ્ટ-આધારિત એન્ટિ-શિપ મિસાઈલ એક્વિઝિશન પ્રોજેક્ટ માટે નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત સરકાર સાથેની વાતચીતમાં, આમાં ત્રણ બેટરીની ડિલિવરી, ઓપરેટરો માટે તાલીમ અને જાળવણી તેમજ જરૂરી સંકલિત લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ થાય છે.

ચીનને શું છે સમસ્યા?

ચીનને શું છે સમસ્યા?

જે રીતે લદ્દાખમાં ચીનનો ભારત સાથે વિવાદ છે, તેવી જ રીતે દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ સાથે વિવાદ છે. ભારતે જ્યારે બ્રહ્મોસ મિસાઈલ ફિલિપાઈન્સને આપવાનો નિર્ણય કર્યો ત્યારે મરચા લાગ્યા હતા. તેને આશંકા છે કે ફિલિપાઈન્સ આ મિસાઈલને તેના દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરી શકે છે. આવી સ્થિતિમાં તેના દાદાગીરી ચાલી શકશે નહીં.

ઘણા દેશો સાથે ચાલી રહી છે વાતચિત

ઘણા દેશો સાથે ચાલી રહી છે વાતચિત

DRDO અને બ્રહ્મોસ એરોસ્પેસે ભારતની સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરી છે. આવી સ્થિતિમાં તેમની યોજના હવે આ મિસાઈલ સાધનો વધુને વધુ મિત્ર દેશોને આપવાનું છે. આ માટે ફિલિપાઈન્સ ઉપરાંત ઘણા દેશો સાથે વાતચીત ચાલી રહી હતી. એવી અપેક્ષા છે કે ચીનનો પાડોશી દેશ વિયેતનામ પણ ભારત પાસેથી આ મિસાઈલ સિસ્ટમ ખરીદી શકે છે. બ્રહ્મોસને સૌથી ઝડપી સુપરસોનિક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ કહેવામાં આવે છે, જેની ઝડપ 4321 કિલોમીટર પ્રતિ કલાક છે.

English summary
Philippines to buy BrahMos missiles from India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X