For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: સ્વતંત્રતા પર્વનો ઉત્સાહ એક કેમેરાની નજરથી!

ભારતમાં ભરમાં ભારે ધૂમધામથી ઉજવાઇ રહ્યો છે સ્વતંત્રતા દિવસ. ઠેર ઠેર રોશનીનો નજરો જોવા મળી રહ્યો છે. ત્યારે કેમેરાની નજરેથી જુઓ સ્વતંત્રતા દિવસની આ ખાસ તસવીરો.

|
Google Oneindia Gujarati News

ભારતની સ્વતંત્રતાને આજે 71 વર્ષ પૂર્ણ થઇ છે. ત્યારે સમગ્ર દેશ આ આઝાદીની ખુશીને પોતાની રીતે મનાવી રહ્યો છે. ક્યાંક લોકો રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રહ્યા છે. તો ક્યાંક લોકો ગાલ પર ત્રિરંગોનું ચિત્ર લગાવી બજારમાં ભારત માતાની જયના નારા લગાવી ધૂમી રહ્યા છે. એટલું જ નહીં મુંબઇ, અમદાવાદ અને હૈદરાબાદ સમેત દિલ્હી તમામ મોટી સરકારી ઇમારતોને ત્રિરંગાની રોશનીથી સજાવવામાં આવી રહ્યું છે. ત્યારે સ્વતંત્રતા પર્વની આ ઉજવણીને એક કેમેરાની નજરે આ તસવીરોમાં જુઓ અહીં....

દિલ વાલો કી દિલ્હી

દિલ વાલો કી દિલ્હી

ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ પૂર્ણ થવા પર દેશની રાજધાની તેવી દિલ્હીને રોશનીથી જગમગાવવામાં આવે છે. સંસદ ભવનની આ રોશનીની તસવીરો ભારતની લોકશાહીના પ્રતીક સમાન છે. આજે જ લાલ કિલ્લાથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. સાથે જ અમર જવાન જ્યોતિને પણ રોશનીથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું.

વડોદરા

વડોદરા

ગુજરાતમાં આજે વડોદરા ખાતે આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારના મોટરબાઇક સ્ટંટ પણ કરવામાં આવ્યા હતા. જેની છે આ તસવીર જેમાં ત્રિરંગાના રંગમાં રંગાયેલા મોટર બાઇકર્સ જોવા મળી રહ્યા છે.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ છત્રપતિ શિવાજી ટર્મિનલને ત્રિરંગાના રંગથી સજાવવામાં આવી હતી. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો આ ઇમારતને જોવા ઉમટી પડ્યા હતા.

લખનઉ

લખનઉ

આ તસવીર છે લખનઉની એક મદ્રેસાની જેની અંદર વિદ્યાર્થીઓ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. અને બાળકોને અહીં ભારતની આઝાદીની મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. બાળકો જ ભારતનું ભવિષ્ય છે. ત્યારે આ પ્રયાસ ખરેખરમાં એક સરહનીય છે.

કલકત્તા

કલકત્તા

આ તસવીર છે કલકત્તાની જ્યાં એક એન્ગલો ઇન્ડિયન બાળકી દિવાલ પર સ્વતંત્રતા દિવસની શુભકામના તેના નાનકડા હાથથી લખી રહી છે. આમ આ તસવીર થોડાકમાં ધણું કહી જાય છે.

બંગડીમાં ત્રિરંગો

બંગડીમાં ત્રિરંગો

આ તસવીર છે રાજધાની દિલ્હીની, જ્યાં સ્વતંત્રતા પૂર્વ સંધ્યા પહેલા કેટલીક મહિલાઓ ત્રિરંગાની બંગડીની ખરીદી કરી રહી છે. સ્વતંત્રતા દિવસને ઉજવવાની આ અનોખી પહેલ લાગે છે કે મહિલાઓને ખૂબ જ પસંદ આવી રહી છે.

પીએમ મોદી

પીએમ મોદી

આ તસવીર આજે સ્વંતત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પર ખેંચવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને આગળ બેઠેલા બાળકોને મળી રહ્યા છે. અહીં કેટલાક બાળકો કૃષ્ણ બનીને પણ આવ્યા છે. ત્યારે આ તસવીરમાં તે સમજવું મુશ્કેલ થઇ જાય છે કે બાળકો પીએમને મળી વધુ ખુશ છે કે પીએમ બાળકોને મળીને!

English summary
Here are some photos of 70th independence day celebration across India, have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X