
શરમજનક! રેપ પીડિતાને આરોપી સાથે રસ્સીથી બાંધીને કાઢ્યુ જૂલુસ, લગાવ્યા ભારત માતાની જયના નારા
ભોપાલઃ મધ્ય પ્રદેશના આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તાર અલીરાજપુરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. સંબંધીઓ અને ગામ લોકોએ રેપ પીડિતાની મદદ કરવાના બદલે આરોપી સાથે તેને રસ્સીથી બાંધી દીધી અને આખા ગામમાં તેનુ જૂલુસ કાઢ્યુ. આ વિચિત્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદ પોલિસ હરકતમાં આવી અને 6 લોકોની ધરપકડ કરી છે.
ઘટના મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ પોલિસ સ્ટેશન વિસ્તારની છે. શનિવારે બનેલી આ ઘટના બાદ વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પીડિતાની ફરિયાદ પર રેપના આરોપી અને પીડિતાના સંબંધીઓ સહિત અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર મુજબ પીડિત છોકરી યુવકને પહેલેથી જાણતી હતી. છોકરીએ જ્યારે પોતાની સાથે થયેલ દુષ્કર્મની માહિતી ઘરવાળાને આપી તો તેની મદદ કરવાના બદલે સંબંધીઓએ આરોપી યુવક સાથે તેને રસ્સીથી બાંધી દીધી અને ગામમાં ફેરવવા લાગ્યા. આ દરમિયાન તે યુવતીને મારતા પણ હતા. મારનારા લોકો વીડિયોમાં ભારત માતાની જયના નારા પણ લગાવી રહ્યા છે.આ
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારબાદ પોલિસ હરકતમાં આવી. વિસ્તારના એસપી વિજય ભાગવાની, એસપી બિટ્ટુ સહેગલ અને પોલિસ સ્ટેશન પ્રભારી ઘટના સ્થળે પહોંચી ગયા. પીડિતાની ફરિયાદ પર બે કેસ નોંધવામાં આવ્યા. એક આરોપી યુવક સામે નોંધવામાં આવ્યો જ્યારે બીજો કેસ પીડિતાએ પોતાના સંબંધીઓ સામે નોંધાવ્યો છે જેના પર તેણે મારપીટનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં પોલિસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. કેસની આગળની તપાસ ચાલી રહી છે.'
હોળી પાર્ટીમાં એણે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો', સોફિયાએ શેર કર્યો પોતાનો ખરાબ અનુભવ