હાપુડમાં BA વિધાર્થીની સાથે ગેંગરેપ, ઉપચાર દરમિયાન મૌત
યુપીના હાપુડમાં એક મામલો સામે આવ્યો છે. અહીં હાફિઝપુરમાં એક ગામમાં રહેતો યુવતીની ખેતરમાં અર્ધનગ્ન અવસ્થામાં લાશ મળવાને કારણે સનસની ફેલાઈ ચુકી છે.
યુપીના હાપુડમાં એક મામલો સામે આવ્યો છે. અહીં હાફિઝપુરમાં એક ગામમાં રહેતો યુવતીની ખેતરમાં અર્ધનગ્ન અવસ્થામાં લાશ મળવાને કારણે સનસની ફેલાઈ ચુકી છે. સૂચના મળતા જ પહોંચેલી પોલીસે વિધાર્થીનીને સ્થાનીય હોસ્પિટલમાં દાખલ કરાવી. હાલત ખરાબ થવા પર તેને સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી. વિધાર્થીનીની ઉપચાર દરમિયાન મૌત થઇ ગઈ. પરિજનોએ ગામના જ કેટલાક યુવકો પર ગેંગરેપનો આરોપ લગાવીને હંગામો કર્યો. પોલીસે લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

મળતી જાણકારી અનુસાર 18 વર્ષની યુવતી હાપુડની એક ડિગ્રી કોલેજમાં બીએ સેકન્ડ યરની વિધાર્થીની હતી. શનિવારે બપોરે 12 વાગ્યે તે ઘરની બહાર નીકળી હતી. જેની મોડી સાંજ સુધી કોઈ જ ખબર નહીં પડી. પરિવાર અને પોલીસના શોધવા પર વિધાર્થીની ગામના એક ખેતરમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવી. પોલીસે ઉપચાર માટે વિધાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરાવી. યુવતીની હાલત ખરાબ થવા પર ડોક્ટરોએ તેને હાપુડ હોસ્પિટલમાં રેફર કરી. પરિજનો યુવતીને લઈને હાપુડ આવી રહ્યા હતા ત્યારે તેને રસ્તામાં જ દમ તોડી દીધો, જેના કારણે પરિવારમાં કોહરામ મચી ગયો.

પરિવારે ગામના દબંગ યુવકો પર આરોપ લગાવતા કહ્યું કે તેમને યુવતીનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કર્યો છે. પરિવારે પોલીસને ગેંગરેપનો કેસ નોંધવા માટે માંગ કરી છે. એએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવતીની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી યોગ્ય ધારાઓમાં કેસ નોંધાશે.












Click it and Unblock the Notifications
