For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવનના વિવિધ તબક્કે બાલ ઠાકરે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 નવેમ્બર : મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ ધરાવતી પાર્ટી શિવ સેનાના સુપ્રીમો બાલ ઠાકરેએ 17 નવેમ્બર, 2012ના રોજ બપોરે 3.30 વાગે તેમના અંતિમ શ્વાસ લીધા હતા. રવિવારે સવારે 7 વાગ્યાથી બાંદ્રામાં આવેલા તેમના નિવાસ સ્થાન 'માતોશ્રી' ખાતેથી તેમની અંતિમ દર્શન યાત્રા કાઢવામાં આવી છે.

બાલ ઠાકરેનો પાર્થિવ દેહ તેમના સમર્થકોના દર્શન માટે શિવાજી પાર્ક ખાતે રાખવામાં આવશે. વર્ષ 1966માં શિવાજી પાર્ક ખાતેથી જ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આ કારણે આ સ્થાને જ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે.

બાલા સાહેબ ઠાકરેએ તેમની કારકિર્દીની શરૂઆત કાર્ટૂનિસ્ટ તરીકે કરી હતી. આઝાદી બાદના સમયમાં તેમના વ્યંગચિત્રોએ સમગ્ર દેશની સમસ્યાઓને ઉજાગર કરી હતી.

જીવનના વિવિધ તબક્કે બાલ ઠાકરે

જીવનના વિવિધ તબક્કે બાલ ઠાકરે

આ ફાઇલ ફોટોમાં શિવ સેના પ્રમુખ બાલ ઠાકરે મરાઠા શૂરવીર છત્રપતિ શિવાજીના જીવન પર આધારિત નાટક 'જાણતા રાજા'માં ભૂમિકા ભજવવા માટે તૈયાર થઇને બેઠા છે.

બાલ ઠાકરે, કાર્ટૂનિસ્ટ ઠાકરે

બાલ ઠાકરે, કાર્ટૂનિસ્ટ ઠાકરે

બાલ ઠાકરેએ તેમના કાર્ટૂનિસ્ટ તરીકેની કારકિર્દીની શરૂઆત મુંબઇથી કરી હતી. ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની રવિવારીય આવૃત્તિમાં તેમના કાર્ટૂન પ્રકાશિત થતા હતા. તેમણે પોતાના ભાઇ સાથે મળીને વર્ષ 1960માં કાર્ટૂન સાપ્તાહિત 'માર્મિક'ની શરૂઆત કરી હતી. તેમણે ગુજરાતી અને દક્ષિણ ભારતીયો સહિત બિન મરાઠી લોકોની મુંબઇમાં વધતી જતી વસતી પર નિશાન તાકીને કાર્ટૂન તૈયાર કર્યા હતા.

બાલ ઠાકરે, શિવસેનાના સેનાપતિ

બાલ ઠાકરે, શિવસેનાના સેનાપતિ

તેમણે 19 જૂન, 1966માં શિવસેનાની રચના કરી. તેમણે શિવસેનાની રચના મહારાષ્ટ્રના મૂળ વાસીઓના અધિકારો માટે લડવા કરી હતી. બિન મરાઠીઓના આગમન સામે મહારાષ્ટ્રના યુવાનોને રોજગાર અપાવવાનો પ્રાથમિક હેતુ હતો.

બાલ ઠાકરે, રિમોટ કન્ટ્રોલ

બાલ ઠાકરે, રિમોટ કન્ટ્રોલ

ભાજપની આગેવાનીવાળી એનડીએમાં શિવસેના એક સાથી પક્ષ હતો. વર્ષ 1995માં શિવસેના-ભાજપની યુતિએ ચૂંટણીઓ જીતી અને સત્તા મેળવી. વર્ષ 1995થી 1999 દરમિયાન તેમણે મહારાષ્ટ્ર સરકારની નીતિ ઘડતરમાં અને મહત્વના નિર્ણયોમાં મોટી ભૂમિકા ભજવી હોવાથી તેમને રિમોટ કન્ટ્રોલના નામે પણ ઓળખવામાં આવ્યા હતા.

બાલ ઠાકરે અને મરાઠી માણૂસ માટેનો તેમનો સંઘર્ષ

બાલ ઠાકરે અને મરાઠી માણૂસ માટેનો તેમનો સંઘર્ષ

બાલ ઠાકરે દાવો કરતા હતા કે શિવસેના મુંબઇમાં મરાઠી માણૂસના હક્કોને આપાવવા માટે લડાઇ લડે છે. તેઓ કટ્ટર હિન્દુત્વવાદી હતા અને માનતા હતા કે હિન્દુઓએ સંગઠિત થઇને તેમના ઘર્મ અને ઓળખને મિટાવવા ઇચ્છનારાઓ સામે લડવું જોઇએ.

બાલ ઠાકરે, એક યોદ્ધા

બાલ ઠાકરે, એક યોદ્ધા

આ ફાઇલ ફોટોમાં શિવસેના પ્રમુખ બાલ ઠાકરે મરાઠા શૂરવીર છત્રપતિ શિવાજીના જીવન પર આધારિત નાટક 'જાણતા રાજા'માં ભૂમિકા ભજવવા માટે તૈયારી કરી રહ્યા છે.

બાલ ઠાકરે, મુદ્દાઓ અને કામગીરી

બાલ ઠાકરે, મુદ્દાઓ અને કામગીરી

બાલ ઠાકરે અને શિવસેના હંમેશાથી વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ કરતા હતા. સાથે તેઓ તેના ભારતીય તહેવાર વસંત પંચમીની ઉજવણીની તરફેણમાં હતા. આથી કેટલીકવાર શિવસેના વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં હિંસક બનતી હતી.

બાલ ઠાકરે બાદ સત્તા મેળવવાનો સંઘર્ષ

બાલ ઠાકરે બાદ સત્તા મેળવવાનો સંઘર્ષ

બાલ ઠાકરે નહીં રહેતા હવે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સત્તા મેળવવાનો સંઘર્ષ થશે. હવે જોવાનું એ રહે છે કે ઠાકરેની ખાલી જગ્યા તેમનો પુત્ર ઉદ્ધવ ભરી શકે છે કે તેમનો ભત્રીજો રાજ ઠાકરે?

બાલ ઠાકરે, મુંબઇના સરકાર

બાલ ઠાકરે, મુંબઇના સરકાર

બાલ ઠાકરેનો પ્રભાવ એવો હતો કે સાહિત્યકારોએ પોતાની કૃતિઓમાં ક્યાંકને ક્યાંક તેમના પાત્રને સ્થાન આપ્યું હતું. સલમાન રશ્દીએ 1995માં તેમની નવલકથા ધ મૂર્સ લાસ્ટ સિંઘમાં રમણ ફિલ્ડિંગ તરીકે રાખ્યું હતું. સુકેતુ મહેતાની વર્ષ 2004માં તેમની પુલિત્ઝર નોમિનેટેડ બૂક મેક્સિમમ સિટીમાં તેમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. બોલિવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને ફિલ્મ સરકારમાં બાલ ઠાકરે પરથી પ્રેરિત સરકારનું પાત્ર ભજવ્યું હતું.

86 વર્ષની વયે ઠાકરેની વિદાય

86 વર્ષની વયે ઠાકરેની વિદાય

બાલ ઠાકરેએ સૌને મૂકીને 86 વર્ષની વયે દુનિયામાંથી વિદાય લીધી. રવિવારે સાંજે 6 વાગે મુંબઇના શિવાજી પાર્ક ખાતે તેમની અંતિમ વિધિ થથે.

English summary
In Pics: Bal Thackeray and his hay days when he ruled Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X