For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી દિલ્હી સહીત એનસીઆરમાં આંધી-તોફાનનો કહેર, તસવીરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 મે: ગઇકાલે 30 મેના રોજ દિલ્હીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને દિલ્હીવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બપોરે 12 વાગ્યે દિલ્હીનું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ હતું પરંતુ સાંજે 4 વાગતા જ આખી દિલ્હી સહીત એનસીઆર વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયું. સૌથી પહેલા જે જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો ત્યાર બાદ ધીરેધીરે વરસાદ વરસવા લાગ્યો. છેલ્લા કેટલાંય સમયથી તપી રહેલા દિલ્હી વાસીઓને વરસાદના પાણીએ ખૂબ જ ઠંડક આપી. જોકે આના કારણે દિલ્હીવાસીઓને ખૂબ જ જહેમત પણ ઊઠાવવી પડી. કેટલાંક સ્થળોએ વાવાઝોડાના કારણે વૃક્ષો પણ તૂટી પડ્યા હતા. કેટલીંક ઘટનાઓમાં ઘણા લોકોના મૃત્યુ થવાના સમાચાર પણ છે.

આવો જોઇએ સમગ્ર ઘટના તસવીરોમાં...

દિલ્હીમાં ટોર્નેડો

દિલ્હીમાં ટોર્નેડો

નવી દિલ્હીમાં શુક્રવારે સાંજે 5 વાગ્યે ભયાનક ટોર્નેડોનું દ્રશ્ય જોવા મળ્યું હતું.

આંધી-તોફાનમાં બધું ઠપ

આંધી-તોફાનમાં બધું ઠપ

નવી દિલ્હી આવેલા વાવાઝોડા બાદ વૃક્ષો પડી ભાંગ્યા હતા.

બપોરે 12 વાગ્યે દિલ્હીનું તાપમાન 44 ડિગ્રી હતું

બપોરે 12 વાગ્યે દિલ્હીનું તાપમાન 44 ડિગ્રી હતું

બપોરે 12 વાગ્યે દિલ્હીનું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ હતું, પરંતુ અચાનક વાવાઝોડાના કારણે સાંજે 5 વાગ્યે જ દિલ્હીમાં અંધારપટ છવાઇ ગયો.

કાળા વાદળોએ સૂરજને ઢાંક્યો

કાળા વાદળોએ સૂરજને ઢાંક્યો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોનસૂનમાં મોડૂ થવાના કારણે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ આખા ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડશે.

પીળુ આકાશ

પીળુ આકાશ

નવી દિલ્હીમાં મોસમના બદલતા જ આકાશનો રંગ હળવો પીળો થઇ ગયો.

કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો

કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો

નવી દિલ્હીમાં આવેલા અચાનક તોફાન બાદ મોટાભાગના વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.

તોફાનમાં તૂટ્યા ગાડીઓના કાચ

તોફાનમાં તૂટ્યા ગાડીઓના કાચ

જોરદાર પવન ફૂંકાવાના કારણે વૃક્ષો ધરાસાઇ થયા હતા, જેમાં ગાડીઓના કાચ તૂટ્યા હતા.

ઝોંપડીઓ ઊડી ગઇ હતી

ઝોંપડીઓ ઊડી ગઇ હતી

જૂની દિલ્હીના ગ્રમીણ વિસ્તારમાં મોટાભાગના ઝોપડાઓ ઊડી ગયા હતા.

English summary
Heavy storm and rain in New Delhi, see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X