For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ, રામદેવ ને ભુષણ સામેની અરજીઓ રદ કરાઇ

|
Google Oneindia Gujarati News

prashant-bhushan-kejriwal
નવીદિલ્હી, 8 નવેમ્બરઃ સાંસદો અંગે કરેલી વિવાદિત ટિપ્પણી બદલ અરવિંદ કેજરીવાલ, યોગગુરુ બાબા રામદેવ અને વકીલ પ્રશાંત ભુષણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ત્રણ ફરિયાદોને આજે કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે.

કેજરીવાલ, રામદેવ અને ભુષણ પર રાજદ્રોહના ચાર્જ દિલ્હી પોલીસ લગાવે તેવી ત્રણેય ફરિયાદો મેટ્રોપોલિટિયન મેજિસ્ટ્રેટ પુરષોત્તમ પાઠકે રદ કરી છે.

કોર્ટે કહ્યું છે,'' અરવિંદ કેજરીવાલ અને રામદેવ સામેની ફરિયાદ રદ કરવામાં આવી છે તેમજ પ્રશાંત ભુષણ સામેની ફરિયાદને પણ રદ કરી દેવામાં આવી છે.''

વિભોર આંનદ કે જે કાયદાનો વિદ્યાર્થી છે તેણે ફરિયાદ દાખલ કરાવી હતી કે, ગાઝીયાબાદમાં યોજેલી રેલીમાં કેજરીવાલે સાંસદો અંગે અયોગ્ય ટિપ્પણી કરી હતી. જમ્મૂ અને કાશ્મિરમાંથી આર્મી હટાવી લેવામાં આવે તેવા નિવેદન બદલ ભુષણ સામે પણ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે તેવી દલીલ આનંદે કરી હતી.

તેણે આવો જ ચાર્જ બાબા રામદેવ સામે કરવામાં આવે તેવી ફરિયાદ કરી હતી. બાબા રામદેવે સાંસદો વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.

દુર્ગમાં એક યાત્રા દરમિયાન મીડિયાને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, સંસદમાં ઘણા સારો લોકો છે જેમનો હું આદર કરું છું, પરંતુ તેમાં એવા ઘણા લોકો છે તે હત્યારાઓ અને ડાકુઓ છે. આપણે સંસદને બચાવવાની છે, આપણે ભ્રષ્ટાચારીઓને હટાવવાના છે.''

આનંદે કહ્યું કે તે ટ્રાયલ કોર્ટ્સના આદેશને પડકારશે.

English summary
Three pleas for registration of FIRs against activist Arvind Kejriwal, yoga guru Baba Ramdev and noted lawyer Prashant Bhushan for their alleged remarks against Parliamentarians and supporting plebiscite in Jammu and Kashmir, respectively, were dismissed on Thursday by a court here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X