UPAની ભેટ: કેન્દ્રના કર્મચારીઓના ડીએમાં 7%નો વધારો

યૂપીએને કેન્દ્રના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારો કર્યો છે તો બીજી તરફ પૂર્વ સૈનિકને એક રેંક એક પેન્શન આપવાની જાહેરાત કરી છે. જે માટે સરકારે 2300 કરોડ રૂપિયાના પેકેજને લીલી ઝંડી આપી દિધી છે. ડીએમાં વધારો થતાં સેન્ટ્રલ કર્મચારીના પગારમાં 72નો ટકા વધારો થઇ જશે. આ નિર્ણય 1 જૂલાઇ 2012થી લાગૂ થશે. સરકારે આ અગાઉ પણ કર્મચારીઓના ડીએમાં 7 ટકાનો વધારો કર્યો હતો.
કેબિનેટની એક મોટી અને લાંબી મીટીંગ બાદ મનમોહન સિંહે આ નિર્ણયની જાહેરાત કરી હતી. મનમોહન સિંહે મોંઘવારી પર લગામ લગાવવાના હેતુથી આ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સરકારે બાલ વિકાસ યોજનાના પુનઘટનને પણ લીલી ઝંડી આપી દિધી છે તો બીજી તરફ વિજ કંપનીઓ માટે રાહતનું કામ કર્યું જેનાથી વીજ વિતરણ કંપનીઓ પર લગભગ બે લાખ કરોડ રૂપિયાના દેવાના પુનઃરચનાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.












Click it and Unblock the Notifications
