For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Kisan Yojana: 2.6 કરોડથી વધુ ખેડૂતોને 5,215 કરોડ રૂપિયા મળ્યા

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 5,215 કરોડ રૂપિયા 2.6 કરોડથી વધુ નાના અને સીમાંત ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 5,215 કરોડ રૂપિયા 2.6 કરોડથી વધુ નાના અને સીમાંત ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તમને યાદ અપાવીએ કે ગયા મહિને 2019-20ના બજેટમાં સરકારે આ ખેડૂતોને નિશ્ચિત લઘુતમ આવક પૂરો પાડવા માટે આ યોજનાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: ખેડૂતો પાસેથી અઢી રૂપિયામાં ડુંગળી ખરીદીને 15 થી 20 રૂપિયામાં વેચી રહ્યા

75,000 કરોડ રૂપિયાની આ યોજનાની જાહેરાત

75,000 કરોડ રૂપિયાની આ યોજનાની જાહેરાત

સામાન્ય ચૂંટણીઓ પહેલાં કેન્દ્ર સરકારે 75,000 કરોડ રૂપિયાની આ યોજનાની જાહેરાત કરી હતી. આ હેઠળ દેશમાં બે હેકટર જમીનથી ઓછી જમીન ધરાવતા 12 કરોડ ખેડૂતોને ત્રણ હપ્તાઓમાં વાર્ષિક આવક 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

બજેટમાં સરકારે આ માટે 20,000 કરોડ ફાળવ્યા છે. આના હેઠળ, માર્ચના અંત સુધીમાં ખેડૂતોને 2,000 રૂપિયાનો પ્રથમ હપતા પહોંચાડવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 મી ફેબ્રુઆરીએ ગોરખપુરમાં સત્તાવાર રીતે આ યોજનાની શરૂઆત કરી હતી.

પીએમએ ટ્વીટ દ્વારા કહ્યું

પીએમએ ટ્વીટ દ્વારા કહ્યું

રવિવારના રોજ પ્રધાનમંત્રી ઓફિસે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આ યોજનાની જાહેરાતના 37 દિવસની અંદર 2.6 કરોડથી વધુ નાના અને સીમાંત ખેડૂતોને અત્યાર સુધીમાં તેમના બેંક ખાતાઓમાં 5,215 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ અને ઘણા કોંગ્રેસ શાસિત રાજ્યો પીએમ કિસાન યોજના માટે નામો મોકલતા નથી. તેના પાછળ રાજનીતિક કારણો છે. આ રાજ્યોના ખેડૂતો વાર્ષિક 6 હજારની આવકથી વંચિત રહેશે.

પીએમ કિસાન સંપદા યોજના ઓગસ્ટ 2017 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના સંપૂર્ણપણે કૃષિ-કેન્દ્રિત યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ કૃષિનું આધુનિકીકરણ કરવાનો છે. આ યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 14માં નાણાકીય કમિશન ચક્રની સહ-સમાપ્તિ સાથે વર્ષ 2016-20 સુધીની અવધિ માટે 6,000 કરોડ રૂપિયાની ફાળવણીથી એક નવી કેન્દ્રીય ક્ષેત્ર સ્કીમ- પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના (એગ્રો-મરીન પ્રોસેસિંગ એન્ડ એગ્રીકલ્ચરલ પ્રોસેસીંગ ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ) મંજુર કરવામાં આવી છે. આ યોજનાનું અમલીકરણ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાના લાભો અને ફાયદાઓ

પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાના લાભો અને ફાયદાઓ

પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાએ એક વ્યાપક પેકેજ છે જેના પરિણામ સ્વરૂપ ખેતરથી લઈને રિટેલ આઉટલેટ્સમાં કાર્યક્ષમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના થશે. આનાથી દેશમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો વિકાસ ઝડપથી વધશે સાથે સાથે તે ખેડૂતોને વધુ મૂલ્ય અપાવવા અને ખેડૂતોની આવકને બમણી કરવા, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવા માટે, કૃષિ પેદાશોના બગાડમાં ઘટાડો કરવા, પ્રોસેસ્ડ ફૂડ આઇટમ્સના નિકાસના સ્તરમાં વધારો કરવા માટેનું એક મોટું પગલું હશે.

English summary
PM Kisan Samman Nidhi Yojana 2.6 Crore Farmers Get Rs 5215 Crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X