For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો પાસેથી અઢી રૂપિયામાં ડુંગળી ખરીદીને 15 થી 20 રૂપિયામાં વેચી રહ્યા

કિસાન મહાસભા બેનર હેઠળ સેંકડો ખેડૂતોએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના નામે જિલ્લા પ્રશાશનને 11 મુદ્દા વિશે મેમોરેન્ડમ પણ આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

કિસાન મહાસભા બેનર હેઠળ સેંકડો ખેડૂતોએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના નામે જિલ્લા પ્રશાશનને 11 મુદ્દા વિશે મેમોરેન્ડમ પણ આપ્યું છે. મેમોરેન્ડમ અનુસાર, ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખેડૂતો ડુંગળીના બજારમાં કિલોગ્રામ દીઠ અઢી રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવે છે, જ્યારે બજારમાં ડુંગળી 15-20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

farmers

તેવી સ્થિતિમાં ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો. ડુંગળીનો યોગ્ય ભાવ નહીં મળવાને કારણે એક ખેડૂતે પોતાની ઉપજ પર ટ્રેક્ટર ફેરવી દીધું. કિસાન મહાસભાના અધ્યક્ષ અને પૂર્વ વિધાયક અમરારામના નેતૃત્વમાં સેંકડો ખેડૂતો રાત દિવસ કલેક્ટર ઓફિસ સામે ધામા નાખીને બેઠા છે.

આ પણ વાંચો: પીએમ કિસાન યોજના હેઠળ 1 કરોડથી વધુ ખેડૂતોને પ્રથમ હપતો ટ્રાન્સફર

ખેડૂતો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ખેડૂતો પાસેથી અઢી રૂપિયામાં ડુંગળી ખરીદીને તેને બજારમાં 15-20 રૂપિયે વેચવામાં આવે છે, જેનાથી વચેટિયા માલામાલ થઇ રહ્યા છે જયારે ખેડૂત દેવાદાર બની રહ્યો છે. અમરારામ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂત વારંવાર ડુંગળીની સરકારી ખરીદીની માંગ કરી રહ્યો છે પરંતુ સરકાર તેમનું કઈ પણ સાંભળવા તૈયાર જ નથી. અમરારામ અનુસાર જો સરકાર ખેડૂતો પાસેથી 10 રૂપિયે કિલો હિસાબે બજાર હસ્તક્ષેપ યોજના હેઠળ ડુંગળીનો સરકારી ખરીદી કરે, તો ખેડૂતોને ઘણી રાહત મળી શકે છે.

farmers

ખેડૂતોની માંગ પર જિલ્લા કલેક્ટર જયપ્રકાશે જણાવ્યું કે રસિદપુરાની ડુંગળી મંડીને જલ્દી શરુ કરાવવા સહીત લગભગ બધી જ માંગો પર સહમતી બની છે. સરકારી સ્તરે ડુંગળીની ખરીદીની માંગ સરકારને મોકલી આપવામાં આવી છે. ત્યાંથી આવતા આદેશ અંગે ખેડૂતોને જાણ કરવામાં આવશે.

English summary
Sikar farmers protest front of collectorate for onion price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X