બેંકોના ગોરખધંધા સામે પીએમ મોદી એક્શન મોડ પર, 500 શાખાઓનું સ્ટિંગ ઓપરેશન
કાળાનાણા સામે બેંકોના ગોરખધંધા પર પીએમ મોદીએ કમર કસી છે, 500 થી વધુ બેંક શાખાઓનું કરાવ્યુ સ્ટિંગ ઓપરેશન...
નોટબંધીના નિર્ણય બાદ દેશભરમાંથી બેંકોમાં કાળાનાણાને સફેદ કરવાનો ગોરખધંધો સામે આવ્યો છે, ત્યારબાદ પ્રધાનમંત્રી પોતે એક્શન મોડમાં આવી ગયા છે.

પીએમ પાસે પહોંચી સ્ટિંગ ઓપરેશનની સીડી
સૂત્રોની માનીએ તો પ્રધાનમંત્રી મોદીએ દેશભરની બેંકોની 500 શાખાઓમાં સ્ટિંગ ઓપરેશન કરાવ્યુ છે અને આ સ્ટિંગ ઓપરેશની સીડી પ્રધાનમંત્રી પાસે પહોંચી પણ ગઇ છે. આ બેંકોમાં સરકારી સાથે પ્રાઇવેટ બેંકો પણ શામેલ છે. સૂત્રો અનુસાર અત્યાર સુધી કુલ 400 થી વધુ બેંકોના સ્ટિંગની સીડી પીએમ મોદી પાસે પહોંચી ગઇ છે જેમાં પૈસાના ગોરખધંધાના મામલા કેમરામાં કેદ થયા છે. આ ઓપરેશનમાં પોલિસ અને દલાલની મીલિભગત પણ કેદ થઇ છે.

શહેરી અને ગ્રામીણ બેંકો પણ શામેલ
પીએમ મોદી પાસે આ બેંકો સામે પૂરતા પુરાવા પહોંચ્યા છે જેમાં શહેરની બેંકો ઉપરાંત ગ્રામીણ વિસ્તારની બેંકો પણ શામેલ છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા એક્સીસ બેંકના બે મેનેજરના ઘરેથી 40 કરોડ રુપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને બંને બેંક મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાઇવેટ બેંકોના કર્મચારીઓ પણ આવ્યા હતા સંકજામાં
આ પહેલા એક્સીસ બેંકના કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બધા કર્મચારીઓને કાળાનાણાને સફેદ કરવાના આરોપમાં સસ્પેંડ કરવામાં આવ્યા હતા.
સરકારી બેંક પણ નથી પાછળ
કાળાનાણાના ગોરખધંધામાં સરકારી બેંક પણ શામેલ છે, કોલકત્તાની કેનેડા બેંકના ડેપ્યુટી મેનેજર, રાજસ્થાનના અલવરમાં કો-ઓપરેટીવ બેંકના મેનેજર, પંજાબના ભટીંડામાં ઓબીસી બેંકના બે કેશિયર, બેંગલુરુની સેંટ્રલ બેંકના મેનેજર અને હૈદરાબાદમાં સીંડીકેટ બેંકના બે કર્મચારીઓની ધરપકડ પણ થઇ ચૂકી છે.

તમામ જગ્યાએ જપ્ત થઇ રકમ
નોટબંધી બાદ ઘણી જગ્યાએથી પૈસા મળવાના સમાચાર આવ્યા છે જેમાં આજે તમિલનાડુના વેલ્લોરમાંથી 24 કરોડ, 9 ડિસેમ્બરે મુંબઇમાંથી 72 લાખ, ગુડગાવમાંથી 17 લાખ, સુરતમાંથી 76 લાખ, ચેન્નઇમાંથી 10 કરોડ, એમપીના હોશંગાબાદમાંથી 40 લાખ, ગોવામાંથી દોઢ કરોડ, કર્ણાટકના ઉડીપીમાંથી 71 લાખ અને તમિલનાડુના કોઇમ્બતુરમાંથી 1 કરોડ રુપિયા, 20 નવેમ્બરે ગુજરાતમાંથી 10 લાખ અને સાબરકાંઠામાંથી 8 લાખ રુપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
20 દિવસમાં 200 કરોડ જપ્ત
તમામ આંકડા મુજબ અત્યાર સુધીમાં માત્ર 20 દિવસની અંદર 200 કરોડ રુપિયા જપ્ત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં જોવાની વાત એ રહેશે કે આ બેંકના કર્મચારીઓ પર સરકાર કેવી રીતે પગલા લે છે અને 30 ડિસેમ્બર બાદ આ ગોરખધંધા કેવી રીતે બંધ થાય છે.












Click it and Unblock the Notifications
