For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMCને સંબોધિત કરતા PM મોદીઃ ઈનોવેશન અને પ્રયત્નોના કારણે જ દુનિયા મહામારીમાં ચાલતી રહી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ(આઈએમસી) 2020ને સંબોધિત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ(આઈએમસી) 2020ને સંબોધિત કરી છે. તેમણે વીડિયો કૉન્ફન્સિંગ દ્વારા આઈએમસીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યુ કે આ તમારા ઈનોવેશન અને પ્રયત્નોના કારણે જ છે કે દુનિયા મહામારી છતાં પણ ચાલતી રહી. આ તમારા પ્રયાસોના કારણે જ છે કે એક દીકરો પોતાની મા સાથે એક અલગ શહેર સાથે જોડાયેલો છે. એક છાત્રએ કક્ષામાં ન હોવા છતાં પણ શિક્ષક પાસેથી શીખ્યુ.

pm modi

તેમણે કહ્યુ કે ભારતના વિકાસમાં ટેલિકૉમ સેક્ટરે મહત્વની ભૂમિકા નિભાવી છે. ભવિષ્યમાં આગળ વધવા અને લાખો ભારતીયોને સશક્ત બનાવવા માટે આપણે સમયે 5જીનો રોલ-આઉટ સુનિશ્ચિત કરવા માટે એક સાથે કામ કરવાની જરૂર છે. તો ચાલો, ભારતને દૂરસંચાર ઉપકરણ, વિકાસ, વિનિર્માણ અને ડિઝાઈનમાં એક વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે એક સાથે કામ કરીએ. ટેકનિકલ ઉન્નયનના કારણે આપણે હેન્ડસેટ અને ગેઝેટ્સને ઘણી વાર બદલી દઈએ છે. શું ઈન્ડસ્ટ્રી સર્ક્યુલર ઈકોનૉમીનુ નિર્માણ કરવા અને ઈલેક્ટ્રૉનિક કચરાને સંભાળવાના હેતુ વિચારવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવી શકે છે?

પ્રધાનમંત્રીએ આગળ કહ્યુ કે, 'પરંતુ ઘણીવાર જે વાત સૌથી વધુ મહત્વની છે તે એ છે કે યુવાનોને તેમની પ્રોડ્ક્ટ પર વિશ્વાસ છે. ઘણા યુવા ટેકનિકલ વિશેષજ્ઞો મને જણાવે છે કે આ કોડ છે જે એક ઉત્પાદને વિશેષ બનાવે છે. અમુક ઉદ્યમી મને કહે છે કે આ કૉન્સેપ્ટ છે જે વધુ મહત્વ ધરાવે છે. રોકાણકારોનુ સૂચન છે કે તે પૂંજી છે, જે એક ઉત્પાદનને સ્કેલ કરવા માટે મહત્વપૂર્ણ છે. આ મોબાઈલ ટેકનિકના કારણે છે કે આપણે અબજોની કેશલેશ લેવડદેવડ જોઈ રહ્યા છે જે ઔપચારિકતા અને પારદર્શિતાને વધારે છે. આ મોબાઈલ ટેકનિકના કારણે છે કે આપણે ટોલ બુથો પર સહજ સંપર્ક રહિત ઈન્ટરફેસને સક્ષમ કરી શકીશુ. આ મોબાઈલ ટેકનિકના કારણે છે કે આપણે લાખો ભારતીયોને અબજો ડૉલરનો લાભ આપવવામાં સક્ષમ છે. આ મોબાઈલ ટેકનિકના કારણે છે કે આપણે ગરીબો અને નબળા લોકોની મદદ કરવામાં ત્વરિત/મહામારી દરમિયાન સક્ષમ હતા.'

ભારત બંધઃ ગુજરાતમાં કલમ 144, ખેડૂતોના સમર્થનમાં ટેક્સટાઈલભારત બંધઃ ગુજરાતમાં કલમ 144, ખેડૂતોના સમર્થનમાં ટેક્સટાઈલ

English summary
PM Modi addresse india mobile congress via video conferencing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X