For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં બોલ્યા પીએમ મોદી- 70 વર્ષની બીમારીઓને ઠીક કરી રહ્યો છું

લોકસભામાં બોલ્યા પીએમ મોદી- 70 વર્ષની બીમારીઓને ઠીક કરી રહ્યો છું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ મોદીએ સંસદમાં રાષ્ટ્પતિના અભિભાષણ દરમિયાન પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કહ્યુ્ં કે રાષ્ટ્રપતિજીનું અભિભાષણ, દેશના નાગરિકોએ જે આશા-આકાંક્ષાઓ સાથે જનતા સરકારને ફરીથી લઈને ફરીથી આવી છે અને પહેલાથી વધુ તાકાત આપીને લાવી છે. આજના સામાન્ય વાતાવરણમાં ભારત જેવા વિશાળ લોકતંત્રમાં સૌ માટે ગૌરવ કરવાની વાત છે કે અણારા મતદાતા કેટલા જાગરૂક છે. પોતાનાથી વધુ પોતાના દેશને કેવી રીતે પ્યાર કરે છે, આ બધું આ ચૂંટણીમાં જોવા મળ્યું છે.

લોકસભામાં બોલ્યા મોદી

લોકસભામાં બોલ્યા મોદી

મોદીએ કહ્યું કે હું સંતોષ સાથે કહી શકું છું કે 70 વર્ષથી ચાલી રહેલ બીમારીને દૂર કરવા માટે હંમેશા સાચી દિશા પકડી અને ભારે કઠણાઈઓ બાદ પણ તે દિશામાં ચાલી રહ્યા છીએ. અમે એ ઉદ્દેશ્ય પર ચાલતા રહ્યા અને આ દેશ દૂધ કા દૂધ પાની કા પાની કરી શકે છે, એ બધાએ જોયું છે. દેશ આઝાદ થયા બાદ આપણે જાણતા અજાણતા એક એવું કલ્ચર અપનાવી લીધું હતું, જેમાં દેશના સામાન્ય માનવીએ હક માટે લડવું પડે છે. શું સામાન્ય માનવીના હકની ચીજો સહજ રૂપે તેને મળવી ન જોઈ. અમે માની લીધું હતું કે આ તો આમ જ ચાલે છે. આજ હું સંતોષ સાથે કહી શકું છું કે કઠણાઈઓ છતાં અમે યોગ્ય દિશાને છોડી નથી.

મારી લકીર લાંબી કરવામાં વિશ્વાસ રાખું છું

મારી લકીર લાંબી કરવામાં વિશ્વાસ રાખું છું

વિપક્ષ તરફ ઈશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'કહેવાયું કે અમારી ઉંચાઈને કોઈ ઘટાડી ન શકે, એવી ભૂલ અમે નથી કરતા. અમે બીજાની લકીર નાની કરવામાં વિશ્વાસ નથી રાખતા, અમે અમારી લકીર લાંબી કરવા માટે જિંદગી અર્પી દેતા હોઈએ છીએ. તમારી ઉંચાઈ તમને મુબારક, તમે એટલા ઉંચા ચાલ્યા ગયા છો કે જમીન દેખાવી બંધ થઈ ગઈ છે. તમે એટલા ઉંચા ચાલ્યા ગયા છો કે તમે ઝડથી જ ઉખડી ગયા છો.'

કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસ પર પ્રહાર

આગળ પીએમ મોદીએ કહ્યું કે તમે એટલા ઉંચા ચાલ્યા ગયા છો કે તમને જમીનના લોકો તુચ્છ લાગવા લાગ્યા છે. તમારું વધારે ઉંચું થવું મારા માટે સંતોષ અને આનંદની વાત છે. હું પડકાર આપું છું કે 2004થી 2014 સુધી શાસનમાં બેઠેલા લોકોએ ક્યારેય અટલજીની સરકારના વખાણ કર્યાં છે. એમને છોડો, નરસિમ્હા રાવ જીની સરકારના વખાણ કર્યાં હોય. આ સદનમાં બેઠેલ આ લોકોએ તો એક વખત પણ મનમોહન જીની સરકારનો ઉલ્લેખ પણ નથી કર્યો, જો કર્યો હોય તો જણાવો.

સરકારની આ સ્કીમથી નોકરી માટે ટ્રેનિંગ અને 8 હજાર રૂપિયા મળશેસરકારની આ સ્કીમથી નોકરી માટે ટ્રેનિંગ અને 8 હજાર રૂપિયા મળશે

English summary
Pm modi addressed in parliament, doing treatment of illness of 70 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X