મોદીના ભાષણના મુખ્ય અંશ: નોટબંધી લઇ કોંગ્રેસ પર શું કહ્યું જાણો

Posted By:
Subscribe to Oneindia News

કાનપુરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આમને સામને છે. કાનપુરમાં સૌથી પહેલા પીએમ મોદીએ વિશાળ જનસભા રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું નોટબંધીથી લઇને કોંગ્રેસ અંગે અનેક મહત્વના મુદ્દા પર ટિપ્પણી કરી હતી. ત્યારે નરેન્દ્રવ મોદીના ભાષણના મહત્વના અંશો વાંચો અહીં...

modi

લકી ડ્રો
મોદીએ સરકાની નવી લકી ડ્રો યોજનાની જાહેરાત કરતા કહ્યું કે કે જો તમે તમારા મોબાઇલ ફોનથી કંઇ પણ ખરીદો છો તો તેના ઇનામનો લકી ડ્રો 25 ડિસેમ્બરે નીકળશે. તેમાં જે 15 હજાર લોકોનો નંબર નીકળશે. તેના ખાતામાં સરકાર તરફથી 1000 રૂપિયા જમા કરવામાં આવશે. અને આવું 100 દિવસ સુધી દરરોજ કરવામાં આવશે. દર રોજ 15 હજાર લોકોના ખાતામાં 1000 રૂપિયા નાખવામાં આવશે. જે લોકોના ખાતામાં એક વાર પૈસા પહોંચી ગયા તેની ખાતામાં બીજી વાર પૈસા નહીં જાય.
14 એપ્રિલે બમ્પર ડ્રો
14 એપ્રિલ એટલે કે બાબા સાહેબની જયંતી પર બમ્પર ડ્રો નીકળવામાં આવશે. 8 નવેમ્બરથી લઇને 14 એપ્રિલ સુધી જેટલા પણ લોકોએ ઓનલાઇન ખરીદી કરી છે તેમને કરોડો રૂપિયા ઇનામ આપવામાં આવશે.
3000થી ઉપરની ખરીદી પર લાભ નહીં
જે દુકાનોએ ઓનલાઇન સામાન વેચ્યો છે. તેમને દર સપ્તાહ ઇનામ મળશે. આ ઇનામ વેપારી અને ગ્રાહક બન્નેને મળશે. જે 50 રૂપિયા-3000 રૂપિયા વચ્ચે ખરીદી કરશે તે લોકોને જ આ ઇનામ મળશે. 3000 રૂપિયાથી વધુની ખરીદી કરનારને આ ઇનામ નહીં મળે. જે દુકાનાની લેન-દેન 2 કરોડથી ઓછી હશે તેને પણ ઇનામ મળશે. આ ઇનામ નાના-નાના લોકો માટે હશે. તેમણે લોકોને અપીલ કરી હતી કે તે આ યોજનાનો લાભ લે.
કેટલું જૂઠ્ઠું બોલે છે લોકો
વધુમાં મોદીએ કહ્યું કે રાજીવ ગાંધી પણ ઇચ્છતા હતા કે લોકોને મોબાઇલ આપવામાં આવે. હું કહું છું કે મોબાઇલ ફોનને જ બેંક બનાવી દેવામાં આવે. તો આ લોકો કહે છે કે ગરીબની પાસે મોબાઇલ જ નથી. કેટલું જૂઠ્ઠં બોલે છે આ લોકો.
50 દિવસ

મોદીએ કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું અને હજી પણ કહું છું કે 50 દિવસમાં મુશ્કેલીઓ ઓછી થશે. પીએમએ કહ્યું કે આપણો દેશ યુવાઓનો દેશ છે. યુવાઓના હાથમાં જો કુશળતા હશે તો તેમને કોઇ નહીં રોકી શકે.વધુમાં 30 વર્ષથી દેશમાં સ્થિર સરકાર નહતી. પણ યુપીએ દેશમાં સ્થિર સરકાર આપવાનું કામ કર્યું છે. દિલ્હીમાં એવી સરકાર આવી છે જે ગરીબોને સમર્પિત છે.

કોંગ્રેસ પર વાર

મોદીએ કહ્યું કે પહેલી વાર અપ્રામણિકો લોકો માટે સંસદના નારા લાગ્યા છે. વિપક્ષ પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે આજે દેશ બે ભાગમાં વેચાઇ ગયું છે. એક તરફ મુઠ્ઠીભર નેતા છે જે કાળા નાણાં, ભષ્ટ્રાચાર અને અપ્રામાણિકતાને વેચવામાં લાગ્યા છે. અને બીજી તરફ હિંદુસ્તાન છે જે પ્રામાણિકતાના રસ્તા પર ચાલવા માટે કંઇ પણ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના કહેવા પછી પણ નારા લગાવવામાં આવી રહ્યા છે. અમે કાળાં નાણાં બંધ કરવા ઇચ્છીએ છીએ અને તે સંસદ બંધ કરવા ઇચ્છી રહ્યા છે.

English summary
PM Modi addresses a mega rally in Kanpur takes on opposition
Please Wait while comments are loading...