For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ આપી 74માં પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ

આજે ભારતના 74માં ગણતંત્ર દિવસના અવસર પર પ્રધાનમંત્રી મોદી સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.

|
Google Oneindia Gujarati News

Republic Day 2023: ભારત દેશ આજે પોતાનો 74મો પ્રજાસત્તાંક દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે, 'ગણતંત્ર દિવસની અઢળક શુભકામનાઓ. આ વખતનો આ અવસર એટલા માટે વિશેષ છે કારણકે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેને મનાવી રહ્યા છે. દેશના મહાન સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવા માટે આપણે એકજૂટ થઈને આગળ વધીએ, એ જ કામના છે.'

pm modi

ગણતંત્ર દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યુ કે, 'સમગ્ર દેશવાસીઓને 74માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. આજે એ બધા સ્વતંત્રતા સેનાનીઓ, બંધારણ નિર્માતાઓ તેમજ વીર જવાનોને નમન કરુ છુ, જેમણે દેશને આઝાદ કરાવવા, મજબૂત બનાવવા અને તેમની રક્ષા કરવા માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ છે.'

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને લખ્યુ, '74માં પ્રજાસત્તાક દિવસ પર રાજ્યની તમામ જનતાને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ! આપણુ ગણતંત્ર શ્રેષ્ઠ લોકતાંત્રિક મૂલ્યો અને આદર્શોનુ પાલનહાર છે. આવો, આજના મહાન અવસર પર, આપણે સૌ આપણા અમર સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને તેમના સપનાના ભારતનુ નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ. જય હિંદ!'

આ સાથે યોગી આદિત્યનાથે વસંત પંચમીની શુભકામના આપતા લખ્યુ, 'પ્રકૃતિ પ્રેમ, નવી ચેતનાના શુભ તહેવાર વસંત પંચમી પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! માતા સરસ્વતી આપણને બધાને સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને જ્ઞાનના આશીર્વાદથી સમૃદ્ધ કરે. આ જ પ્રાર્થના છે. જય મા શારદે!'

English summary
PM Modi, Amit Shah and these leaders congratulated countrymen on 74th Republic Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X