For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉપવાસનું રાજકારણ : હવે અમિત શાહ અને મોદી કરશે ઉપવાસ

12 એપ્રિલે બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક દિવસના ઉપવાસ પર રહેશે. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

દેશમાં શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ ઉપવાસની નવી રાજનીતિ આ બંન્ને દ્વારા શરૂ કરવામાં આવી હોય તેમ લાગે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાહુલ ગાંધીના ઉપવાસ પછી હવે 12 એપ્રિલે બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક દિવસના ઉપવાસ પર રહેશે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન વિરોધી પાર્ટીઓ દ્વારા જે સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો. અને જેના કારણે સદનનું કામકાજ ખારવાયું હતું તેના વિરોધમાં શાસક પક્ષ એક દિવસના ઉપવાસ પર ઉતર્યો છે. જો ગત વર્ષોના આંકડા દેખીએ તો બજેટ સત્રમાં વર્ષ 2000 પછી આ વખતે સૌથી ઓછું કામ થયું છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઓફિસમાં જ ઉપવાસ રાખશે. અને વીડિયો દ્વારા સાંસદેને સંબોધશે.

amit and modi

નોંધનીય છે કે આજકાલ દેશમાં કોઇને કોઇ વિવાદ વધી જ રહ્યો છે. પહેલા તે બંધ હતો અને હવે ઉપવાસ. જો કે જે રીતે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે જોતા પણ મોદી અને અમિત શાહનો આ ઉપવાસ ખાસ મહત્વ ધરાવે છે. ગુજરાત વિધાનસભા પહેલા પણ પીએમ મોદી મણિશંકર અય્યરની ટિપ્પણી પર દુખી વોટ લઇ ગયા હતા. આ વખતે કર્ણાટકની ચૂંટણી પહેલા વિપક્ષ કામ નથી કરવા દેતું કહીને વોટ બેંક પર અસર કરે તો કંઇ નવાઇ નહીં. હાલ થોડા દિવસ પહેલા અન્ના હજારે પણ ઉપવાસ પર બેઠા હતા અને તે સાથે વિદ્યાર્થીઓ પણ. જે પછી રાહુલ ગાંધીએ પણ 9 એપ્રિલના રોજ 5 કલાકનો ઉપવાસ રાખ્યો હતો. જો કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે કે શાસક પક્ષમાં હોવા છતાં વિરોધ કરવા માટે શાસક પક્ષને ઉપવાસ રાખવો પડે. ત્યારે 12 એપ્રિલે ભાજપ દ્વારા વિપક્ષના વિરોધમાં ઉપવાસ રાખવામાં આવશે.

English summary
PM Modi and Amit shah to observe day long fast over disruptions during budget session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X