કોલકત્તામાં આજે મંચ શેર કરી શકે છે પીએમ મોદી અને મમતા બેનર્જી
નાગરિકતા સુધારા કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) પર વિરોધ દરમિયાન પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તા પહોંચી રહ્યા છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પ્રધાનમંત્રી મોદી મંચ શેર કરી શકે છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ આ માહિતી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સૂત્રોએ આપી છે.
તેમનુ કહેવુ છે કે રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં બને નેતા એક જ મંચ પર જોવા મળશે. પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યુ, 'અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મુખ્યમંત્રી મમતા બેનર્જી 12 જાન્યુઆરીએ કોલકત્તાના પોર્ટ ટ્રસ્ટ (કેઓપીટી)ના કાર્યક્રમમાં ભાગ લેશે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.'
તમને જણાવી દઈએ કે કેઓપીટીના 150 વર્ષ પૂરા થવા પર રવિવારે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મમતા બેનર્જીને આમંત્રિત કરવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે વ્યક્તિગત રીતે રાજ્ય સચિવાલય પણ ગયા હતા. આ મુલાકાત વિશે વિપક્ષી માકપાના ધારાસભ્ય દળાના નેતા સુજાન ચક્રવર્તીએ નિશાન સાધ્યુ હતુ અને કહ્યુ હતુ કે હવે તૃણમૂલ કોંગ્રેસનુ 'બેવડુ માપદંડ' છતુ થઈ ગયુ છે. વળી, એ સંભાવના છે કે પ્રધાનમંત્રી મોદી અને મમતા બેનર્જી રાજભવનની મુલાકાત કરી શકે છે. જેના પર લોકોની નજર રહેશે.
સૂત્રો જણાવે છે કે મમતા પણ બંગાળના વિકાસ માટે કેન્દ્ર સાથે સમજૂતી કરી શકે છે. આને થોડા દિવસોથી રાજ્યપાલ સાથે ચાલી રહેલી તકરારને ખતમ કરવાના પ્રયાસો સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી એ વાત પહેલા જ કરી ચૂક્યા છે કે તે પોતાના રાજ્યમાં સીએએને લાગુ નહિ થવા દે. સાથે જ તેમણે પ્રદર્શનકારીઓને હિંસાથી પણ દૂર રહેવા માટે કહ્યુ છે.
આ પણ વાંચોઃ યુપીઃ કન્નૌજ બસ દૂર્ઘટનામાં 20ના મોત, વળતરનુ એલાન, PM એ વ્યક્ત કર્યુ દુઃખ