For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Modi in Japan: 'ક્વાડ સંમેલન'માં શામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ટોક્યો, થયુ ભવ્ય સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'ક્વાડ સંમેલન'માં શામેલ થવા માટે આજે ટોક્યો પહોંચી ગયા છે જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત થયુ છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'ક્વાડ સંમેલન'માં શામેલ થવા માટે આજે ટોક્યો પહોંચી ગયા છે જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત થયુ છે. પીએમ મોદીની આ યાત્રા ઘણી મહત્વની છે. પોતાના બે દિવસના પ્રવાસ પર પીએમ મોદી 23 કાર્યક્રમોમાં શામેલ થશે. તમને જણાવી દઈએ કે 'ક્વાડ સંમેલન' 24મેએ છે જેમાં પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઑસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી એંથની અલ્બનીસ અને જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદાને મળશે.

PM

તમને જણાવી દઈએ કે જ્યારે પીએમ મોદી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. એરપોર્ટની બહાર ભારતીય મૂળના લોકોનો મોટો મેળાવડો હતો જે 'મોદી-મોદી', 'ભારત મા કે શેર' અને 'ભારત માતા કી જય'ના નાદ કરી રહ્યા હતા. પીએમ મોદીએ કોઈને પણ નિરાશ કર્યા નહોતા અને હાથ મિલાવીને સ્મિત સાથે સૌનું અભિવાદન ઝીલ્યુ હતુ. તેમણે કેટલાક ભારતીયો સાથે વાત કરી અને તેમને કુશલ મંગલ પૂછ્યા જેમાંથી કેટલાકે મીડિયા સાથે પોતાની ખુશી પણ શેર કરી અને કહ્યુ કે તેઓ પીએમ મોદીનું સ્વાગત કરવામાં ગર્વ અનુભવે છે.

પીએમ મોદીને મળીને બાળકો થયા ખુશ

પીએમ મોદીનુ સ્વાગત કરનારાઓમાં કેટલાક બાળકો પણ હતા. જેમણે પારંપરિક વસ્ત્રો પહેરીને પીએમ મોદીનુ અનોખા અંદાજમાં સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદી બધાને મળ્યા અને પ્રેમથી આશીર્વાદ આપ્યા. કેટલાક બાળકોએ પીએમ મોદી પાસેથી ઓટોગ્રાફ પણ માંગ્યા તો પીએમ મોદીએ પણ બધાને પ્રેમથી પોતાનો ઓટોગ્રાફ આપ્યો. પીએમ મોદી અને બાળકોની મુલાકાતની ઘણી તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનુ કેન્દ્ર છે.

PMOએ કર્યુ હતુ ટ્વિટ

તમને જણાવી દઈએ કે પીએમ મોદી જાપાન રવાના થયા તે પહેલા પીએમઓએ આ મુલાકાતની માહિતી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર 23-24 મે દરમિયાન ટોક્યો, જાપાનની મુલાકાત લેશે. તેઓ ત્યાં ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે.'

નવી તકો લઈને આવશે આ મુલાકાત

પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'આજે સાંજે હું બીજા વ્યક્તિગત ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે જાપાન જવા રવાના થઈ રહ્યો છુ. ક્વાડ લીડર્સને ફરી એકવાર પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળશે. મને આશા છે કે આ બેઠક નવી તકો લઈને આવશે.

English summary
PM Modi arrives in Tokyo, Japan to participate in Quad Leaders’ Summit as part of his 2-day tour starting today, May 23.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X