For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ કારગિલમાં જવાનો સાથે મનાવી દિવાળી, 'વંદેમાતરમ' ગાઈ પોતાના હાથે ખવડાવી મિઠાઈ, Video

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 વર્ષની પરંપરાને જાળવીને આજે પણ કારગિલમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 વર્ષની પરંપરાને જાળવીને આજે પણ કારગિલમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવી. પ્રધાનમંત્રી મોદીએ કારગિલમાં સશસ્ત્ર દળોના સભ્યો સાથે 'વંદે માતરમ' ગાયુ હતુ. દિવાળીના અવસર પર પીએમ મોદીએ કારગિલમાં સેનાના જવાનોને પોતાના હાથે મીઠાઈ પણ ખવડાવી હતી. તેમણે કહ્યુ કે જ્યારે પણ ભારતની તાકાત વધે છે ત્યારે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિની સંભાવના વધે છે.

pm modi

દિવાળીના પર્વ પર પીએમ મોદીએ આજે સોમવારે કહ્યુ કે અમે યુદ્ધને પહેલો વિકલ્પ નથી માનતા પરંતુ હંમેશા છેલ્લો વિકલ્પ માનીએ છીએ અને શાંતિમાં માનીએ છીએ. લદ્દાખના કારગિલમાં જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે શાંતિમાં માનીએ છીએ પરંતુ તાકાત વગર શાંતિ શક્ય નથી. 'આત્મનિર્ભર ભારત' રાષ્ટ્રની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વિદેશી શસ્ત્રો અને સિસ્ટમ્સ પર આપણી નિર્ભરતા ઓછી હોવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સશસ્ત્ર દળોમાં મહિલાઓના સમાવેશથી દેશની તાકાતમાં વધારો થશે. ભ્રષ્ટાચારના મુદ્દે તેમણે કહ્યુ કે ભ્રષ્ટાચાર સામે નિર્ણાયક લડાઈ ચાલી રહી છે અને ભ્રષ્ટાચારી ગમે તેટલો શક્તિશાળી હોય તેને બક્ષવામાં આવશે નહીં.

વળી, પીએમ મોદીએ કહ્યુ કે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે વધી છે. તે ઝડપથી વધી રહી છે અને આ શક્ય બન્યુ છે કારણ કે તે બહાર અને અંદરના દુશ્મનો સાથે સફળતાપૂર્વક સામનો કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે, 'એક રાષ્ટ્ર ત્યારે સુરક્ષિત છે જ્યારે સરહદો સુરક્ષિત હોય, અર્થતંત્ર મજબૂત હોય અને સમાજ વિશ્વાસથી ભરેલો હોય'. લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યુ કે ભારત ઈચ્છે છે કે પ્રકાશનો આ તહેવાર વિશ્વ માટે શાંતિનો માર્ગ મોકળો કરે.

English summary
PM Modi celebrates Diwali with Armed Forces in Kargil, distributes sweets to army soldiers, Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X