દરેક નાગરિકને ફ્રીમાં મળશે કોરોનાની વેક્સીનઃ પીએમ મોદી

પ્રધાનમંત્રીએ લોકોના સવાલોના જવાબ આપીને કહ્યુ છે કે બધાને વેક્સીન આપવામાં આવશે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસ(કોવિડ-19)ની વેક્સીનની દુનિયાના બાકીના દેશોની જેમ ભારતમાં પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન અમુક લોકોમાં વેક્સીન વિશે હજુ પણ શંકા છે. જેમ કે વેક્સીન આવ્યા બાદ સૌથી પહેલા કોને આપવામાં આવશે અને તેનો નિર્ણય કેવી રીતે લેવાશે કે કોને આપવાની છે. આ ઉપરાંત લોકોના મનમાં એ પણ સવાલ છે કે શું વેક્સીન ગરીબ અને પછાત વર્ગના લોકો સુધી પહોંચી શકશે. હવે પ્રધાનમંત્રીએ લોકોના આ સવાલોના જવાબ આપીને કહ્યુ છે કે બધાને વેક્સીન આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ આમાં બાકી નહિ રહે.

PM Modi

તેમણે અંગ્રેજી વર્તમાનપત્ર ઈકોનૉમિક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે અત્યારે દેશભરમાં કોરોના વાયરસની વેક્સીન માટે ચર્ચાએ વેગ પકડ્યો છે. ભારતના દરેક નાગરિકોને જણાવી દઉ કે કોરોનાની વેક્સીન દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કોઈ પણ આમાંથી બાકી નહિ રહે. તેમણે કોરોના વિશે કહ્યુ કે તેના કેસ ઘટી રહ્યા છે એનો અર્થ એ નહિ કે આ ઉજવણી કરવાનો સમય છે. અત્યારે પોતાના આચરણ અને પોતાની સિસ્ટમને મજબૂત કરવાનો સમય છે. પીએમે વધુ જાગૃતિની જરૂરિયાત પર જોર આપીને કહ્યુ કે આપણે મહામારીની સ્થિતિને નિયંત્રણમાં લાવવા પર પોતાનુ ધ્યાન રાખવુ જોઈએ. આ સાથે જ આ મહામારીને ખતમ કરવા માટે ઉપયોગમાં લેવાતો જરૂરી સામાન પૂરો પાડવા પર પણ.

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં પહેલાની સરખામણીમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ રિકવરી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે. લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં 49,881 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 517 દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં કુલ કેસોની સંખ્યા 80,40,203 થઈ ગઈ છે. જેમાં 6.03,687 સક્રિય કેસ, 73,15,989 રિકવર કેસ અને 1,20,527 મોત શામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X