For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમારો પહેલો મત બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનાર વીર જવાનોને સમર્પિત થઈ શકે છેઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લાતુરમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટીની એનસીપી પર જોરદાર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લાતુરમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટીની એનસીપી પર જોરદાર નિશાન સાધ્યુ. પીએમ મોદીનું આખુ ભાષણ રાષ્ટ્રવાદ પર કેન્દ્રીય રહ્યુ. તેમણે બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો. વળી એફસ્પામાં ફેરફાર કરવાના કોંગ્રેસના વચન પર પણ નિશાન સાધ્યુ.

pm modi

પીએમ મોદીએ આ દરમિયાન ફર્સ્ટ ટાઈમ વોટર્સને અપીલ કરતા કહ્યુ, 'તમારો પહેલો મત, બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનારા વીર જવાનોને સમર્પિત થઈ શકે છે શું? પુલવામામાં શહીદ વીરોને સમર્પિત થઈ શકે છે શું? દેશના ગરીબો, ખેડૂતો, મજૂરો, મહિલાઓના વિકાસને સમર્પિત થઈ શકે છે શું?'

લાતુરમાં પીએમ મોદીએ કહ્યુ કે આ નવુ ભારત આતંકીઓને ઘરમાં ઘૂસીને મારશે. ભારતનો કોઈ પણ નાગરિક દેશની સુરક્ષા સાથે આ પ્રકારની રમતને સહન નહિ કરી શકે. કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે આ પાર્ટીએ પાકિસ્તાનની ભાષાને પોતાના મેનિફેસ્ટોમાં માન્યતા આપી દીધી છે. તેમણે એ પણ કહ્યુ કે 60 વર્ષો સુધી સરકારમાં રહેલી પાર્ટી જ્યારે લોભામણા વચનોના રસ્તો નીકળી પડે તો એનો અર્થ છે કે પરાજયથી બચવા માટે તે છટપટી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ કે કાલે અમે પોતાનો સંકલ્પ પત્ર દેશ સામે રાખ્યો છે અને આ માત્ર સંકલ્પ પત્ર નથી પરંતુ દેશને મહાન બનાવવાનો દસ્તાવેજ છે. વિપક્ષ પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યુ, 'મોદી હટાવો ગઠબંધનની મજબૂરી છે કારણકે તેમની પાસે દેશને આપવા માટે ન તો વિઝન છે અને ના નીતિ છે અને ના નેતા છે. બધા ટૂકડાઓમાં વિખેરાયેલા છે. 5 વર્ષનો અમારો ટ્રેક રેકોર્ડ સાબિત કરે છે કે નિર્ણય કરવામાં અમે ક્યારેય પાછળ નથી રહ્યા. સૌથી વધુ ગરીબોને શક્તિશાળી બનાવવા માટે કામ અમે કર્યા છે.'

આ પણ વાંચોઃ જયા બચ્ચન બર્થડેઃ લંડન જવા માટે જ્યારે અમિતાભે રાતોરાત જયા ભાદુડી સાથે કર્યા લગ્ન, જુઓ Picsઆ પણ વાંચોઃ જયા બચ્ચન બર્થડેઃ લંડન જવા માટે જ્યારે અમિતાભે રાતોરાત જયા ભાદુડી સાથે કર્યા લગ્ન, જુઓ Pics

English summary
pm modi in latur, Appeals first time voters to vote for pulwama martyrs and balakot air strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X