For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત વળગ્યું છે: સોનિયા ગાંધી

કર્ણાટકમાં ઈલેક્શન પ્રચાર જોરશોરથી ચાલુ રહ્યું છે. બીજેપી અને કોંગ્રેસના નેતા એક પછી એક રેલીઓ કરી રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ઈલેક્શન પ્રચાર જોરશોરથી ચાલુ રહ્યું છે. બીજેપી અને કોંગ્રેસના નેતા એક પછી એક રેલીઓ કરી રહ્યા છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મંગળવારે બિજાપુરમાં રેલીને સંબોધિત કરી હતી. તેમને કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ આખા કર્ણાટકનું અપમાન કર્યું છે. એટલું જ નહીં પરંતુ સોનિયા ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત વળગ્યું છે. બિજાપુરમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે જો ભાષણ આપવાથી પેટ ભરાય છે, તો મોદી વધુ ભાષણ આપે.

sonia gandhi

સોનિયા ગાંધીએ જણાવ્યું કે પીએમ મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત સવાર છે. કોંગ્રેસ મુક્ત ભારત નહીં, પરંતુ તેઓ તેમની સામે કોઈને પણ બરદાસ્ત નથી કરી શકતા. સોનિયા ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી આ વાત પર ગર્વ કરે છે કે તેઓ ખુબ જ સારા વક્તા છે. પરંતુ ભાષણ આપવાથી લોકોનું પેટ ભરાતું નથી. પેટ ભરવા માટે ખોરાક જરૂરી છે.

સોનિયા ગાંધી ઘ્વારા પીએમ મોદીને સવાલ કરવામાં આવ્યો કે લોકપાલ હજુ સુધી કેમ નથી આવ્યું. ભ્રષ્ટાચાર હટાવવાના તેમના વચનનું શુ થયું. ભ્રષ્ટાચાર હટાવવા માટે તેમનું કયું મોડલ છે. તેમને આગળ કહ્યું કે મોદી જ્યાં પણ જાય છે ત્યાં ખોટું જ બોલે છે. તેઓ આપણા મહાપુરુષોનો ઉપયોગ રાજનૈતિક ફાયદા માટે કરે છે. એક પ્રધાનમંત્રી થઈને તેમને આવું શોભા નથી આપતું. સોનિયા ગાંધી ઘ્વારા કહેવામાં આવ્યું કે મોદી સરકાર ઘ્વારા 4 વર્ષ પહેલા જે વચનો આપવામાં આવ્યા હતા તેમાંથી કેટલા વચનો પુરા કરવામાં આવ્યા છે.

સોનિયા ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સિદ્ધારમૈયા સરકાર ઘ્વારા ઇન્દિરા કેન્ટીન શરૂ કરવામાં આવી, જેમાં 10 રૂપિયામાં જમવાનું મળે છે. કેન્દ્રની મોદી સરકાર કર્ણાટક સાથે ભેદભાવ કરી રહી છે. કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે કર્ણાટકને નંબર 1 બનાવ્યું. સોનિયા ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે રાજ્યોમાં દુકાળ પડ્યો તેને કેન્દ્ર સરકાર ઘ્વારા કરોડો રૂપિયા આપવામાં આવ્યા. પરંતુ કર્ણાટક સાથે ભેદભાવ થયો. સોનિયા ગાંધીએ કહ્યું કે અમે ગરીબોની હાલત સુધારવા માટે ખુબ જ મહેનત કરી. અમે મનરેગા યોજના શરૂ કરી જેનો પીએમ મોદી અને બીજેપી ઘ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

English summary
PM Modi insulted Karnataka, its farmers, Sonia Gandhi in karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X