For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 દિવસમાં કોરોના નાબૂદ કરવાનું વચન આપી કરોડો રોજગાર ખતમ કરી નાખ્યાઃ રાહુલ ગાંધી

21 દિવસમાં કોરોના નાબૂદ કરવાનું વચન આપી કરોડો રોજગાર ખતમ કરી નાખ્યાઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે દેશમાં કોરોના વાયરસના સતત વધી રહેલા મામલા અને લથડતી અર્થવ્યવસ્થાને લઈ કેન્દ્ર સરકારની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વચન આપ્યું હતું કે 21 દિવસમાં કોરોના ખતમ થઈ જશે. કોરોના ખતમ તો ના થયો પરંતુ પીએમ મોદીના અચાનક લૉકડાઉનથી કરોડો લોકો બેરોજગાર જરૂર થઈ ગયા છે.

રાહુલ ગાંધીએ વીડિયો શેર કર્યો

રાહુલ ગાંધીએ વીડિયો શેર કર્યો

બુધવારે રાહુલ ગાંધીએ પોતાનો નવો વીડિયો શેર કર્યો. તેમણે વીડિયો શેર કરતા લખ્યું, અચાનક કરવામાં આવેલ લૉકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ જેવો સાબિત થયો. 21 દિવસમાં કોરોના ખતમ કરવાનું વચન હતું, પણ કરોડો રોજગાર અને નાના ઉદ્યોગો ખતમ કરી નાખ્યા. રાહુલ ગાંધીએ પોતાના વીડિયોમાં કહ્યું કે કોરોનાના નામે જે કર્યું તે અસંગઠિત ક્ષેત્ર પર ત્રીજો હુમલો હતો કેમ કે ગરીબ લોકો દરરોજ કમાય છે અને દરરો ખાય છે. નાના અને મધ્યમ વર્ગના વ્યાપાર સાથે પણ આવું થયું. કોઈપણ નોટિસ વિના લૉકડાઉન કરી નાના અને મધ્યમ ઉદ્યોગો પર આક્રમણ કર્યું. વડાપ્રધાને કહ્યું કે 21 દિવસની લડાઈ હશે, અસંગઠિત ક્ષેત્રના કરોડરજ્જુનું હાડકું આ 21 દિવસમાં ટૂટી ગયું.

સરકારે ગરીબોની મદદ ના કરી

સરકારે ગરીબોની મદદ ના કરી

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર સરકારને ગરીબોની મદદ કરવા કહ્યું. ગરીબ મજૂરોના બેંક અકાઉન્ટમાં સીધા પૈસા નાખવા પડશે, પરંતુ સરકારે એવું ના કર્યું. અમે કહ્યું કે સ્મૉલ એન્ડ મીડિયમ બિઝનેસ માટે તમે એક પેકેજ તૈયાર કરો, તેને બચાવવાની જરૂરત છે. આ પૈસા વિના તેઓ નહિ બચી શકે, સરકારે કંઈ ના કર્યું, ઉલટું સૌથી અમીર પંદર વીસ લોકોના લાખો કરોડોનો ટેક્સ માફ કર્યો.

મોદી સરકારના કુપ્રબંધનને કારણે દેશનો આ હાલ થયો

મોદી સરકારના કુપ્રબંધનને કારણે દેશનો આ હાલ થયો

કોરોના મહામારીને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે કોરોનાના મામલા બેકાબૂ થવાનું કારણ મોદી સરકારનું કુપ્રબંધન એટલે કે ખરાબ મેનેજમેન્ટ છે. તેમમે કહ્યું કે ભારતમાં કોરોના મામલાની અઠવાડિયાની યાદી જોઈએ તો અમેરિકા અને બ્રાઝીલ બંને દેશના કુલ આંકડાથી ભારતના આંકડા વધુ છે. કોરોનાના પ્રકોપમાં કોઈ કમી નથી આવી રહી, જેનું સૌથી મોટું કારણ સરકારના ખોટા ફેસલા છે.

જાણો JEE મેન પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે, શિક્ષણમંત્રીએ જણાવ્યુંજાણો JEE મેન પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે, શિક્ષણમંત્રીએ જણાવ્યું

English summary
PM Modi Killed employment on name of corona says rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X