અમેરિકા જવા રવાના થયા PM મોદી, ક્વાડ સમિટમાં લેશે ભાગ, જાણો ખાસ વાતો
PM Modi America Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની 3 દિવસીય પ્રવાસ કરી રહ્યા છે. આ માટે તેઓ આજે રવાના થયા છે. અમેરિકામાં વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરના રોજ ચોથી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
આ સાથે વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક કાર્યક્રમમાં સંબોધન પણ કરશે. ઉલ્લેખનીય છે કે, ક્વાડ સમિટનું આયોજન રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા પોતાના વતન વિલ્મિંગ્ટનમાં કરવામાં આવી રહ્યું છે.
અમેરિકા પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, હું ક્વાડ સમિટ માટે મારા સાથીદારો પ્રમુખ બાઈડન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદા સાથે જોડાવા માટે આતુર છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા માટે મંચ સમાન વિચાર ધરાવતા દેશોના મુખ્ય જૂથ તરીકે ઉભરી આવ્યો છે. પ્રેસિડેન્ટ જો બાઈડન સાથેની મારી મુલાકાત આપણને આપણા લોકો અને વૈશ્વિક હિત માટે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે નવા માર્ગોની સમીક્ષા કરવાની અને ઓળખવાની મંજૂરી આપશે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ક્વાડ એટલે કે ચતુર્ભુજ સુરક્ષા સંવાદમાં ભારત, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, હું ભારતીય ડાયસ્પોરા અને મહત્વના અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે જોડાવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, જેઓ મુખ્ય હિસ્સેદારો છે અને વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી વચ્ચેની અનન્ય ભાગીદારીને જીવંતતા આપે છે.
નોઁધનીય બાબત છે કે, ક્વાડ સમિટ યુક્રેન અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઘર્ષણો, મરિટાઈન સિક્યોરિટી, લેટેસ્ટ ટેકનોલોજી અને મહત્વાકાંક્ષી કેન્સર સામે લડવાની પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી આશા રાખવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે, આગામી ક્વાડ સમિટની યજમાની ભારત દ્વારા કરવામાં આવશે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for United States
— ANI (@ANI) September 20, 2024
During his three-day visit to US, he will be attending the QUAD Leaders' Summit and the Summit of the Future (SOTF) at the United Nations in New York. Along with that, he will hold some key bilateral meetings… pic.twitter.com/aAKqEmYhgc












Click it and Unblock the Notifications
