For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગામે ગામ વેક્સિન પહોંચાડવા પીએમ મોદીએ તૈયાર કર્યો પ્લાન, લક્ઝમબર્ગ સાથે કરી ડીલ

ભારતમાં કોરોના રસી ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનની કામગીરીની પ્રગતિ જોવા માટે પુણે, હૈદરાબાદ અને અમદાવાદની મુલાકાત લીધી હતી. નિષ્ણાતો માને છે કે પાછલા કેટલાક દિવસોથી ચાલી રહેલા હિલચાલોને ધ્યાનમાં રા

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના રસી ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનની કામગીરીની પ્રગતિ જોવા માટે પુણે, હૈદરાબાદ અને અમદાવાદની મુલાકાત લીધી હતી. નિષ્ણાતો માને છે કે પાછલા કેટલાક દિવસોથી ચાલી રહેલા હિલચાલોને ધ્યાનમાં રાખીને આગામી 2-3 મહિનામાં આ વેક્સિન દેશમાં આવી શકે છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રસી સંગ્રહ અંગે યુરોપિયન દેશ લક્ઝમબર્ગ સાથે એક મહત્વપૂર્ણ સોદા પર હસ્તાક્ષર કર્યા છે. લક્ઝમબર્ગના વડા પ્રધાન જેવિયર બેટ્ટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ ડીલ પર હસ્તાક્ષર થયા હતા.

Corona vaccine

તમને જણાવી દઈએ કે લક્ઝમબર્ગના વડા પ્રધાને પીએમ મોદીને ગુજરાતમાં રસી ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ સ્થાપવાની ઓફર કરી હતી, જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધી છે. આ ડીલ અંતર્ગત ગુજરાતમાં એક રેફ્રિજન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેના દ્વારા દેશભરના દરેક ગામોમાં રસી વિતરણ કરવામાં આવશે.

એક અંગ્રેજી વેબસાઇટના સમાચારો અનુસાર લક્ઝમબર્ગની કંપની બી મેડિકલ સિસ્ટમ્સની ટીમ હવે ગુજરાત જશે, જ્યાં તે સોલાર રસી રેફ્રિજરેટર્સ, ફ્રીઝર અને ટ્રાન્સપોર્ટ બોક્સ સહિત વેક્સિન કોલ્ડ ચેઇન શરૂ કરશે. આમ કરવામાં લગભગ બે વર્ષનો સમય લાગશે, તેથી રેફ્રિજરેટર ટ્રાન્સપોર્ટ બોક્સ દ્વારા રસી 4 સે થી માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો: ટ્રંપને અમેરીકી કોર્ટે આપ્યો ઝટકો, ચૂંટણીમાં ગેરરિતી કહેવાથી ચૂંટણી ખોટી નથી થતી

English summary
PM Modi prepares plan to deliver vaccine to villages, deals with Luxembourg
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X