For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની ફોટોવાળી ટિકિટ વહેંચવા પર 4 રેલવે અધિકારીઓ સસ્પેન્ડ

રેલવે ટિકિટો પર પીએમ મોદીની ફોટો છપાયેલી હોવા મામલે ઉત્તર રેલવેએ એક્શન લેતા ચાર રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

રેલવે ટિકિટો પર પીએમ મોદીની ફોટો છપાયેલી હોવા મામલે ઉત્તર રેલવેએ એક્શન લેતા ચાર રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર રેલવે ઘ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા બધા જ કર્મચારીઓ બારાબંકી સ્ટેશનના છે. આ મામલે જાણકારી આપતા એડીએમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે 13 એપ્રિલે જયારે શિફ્ટ બદલાઈ ત્યારે ટિકિટનો જૂનો રોલ, જેમાં પીએમ મોદીનો ફોટો લાગ્યો હતો તેનો ભૂલથી ઉપયોગ કરવામાં આવ્યો. આપને જણાવી દઈએ કે ચૂંટણી ઘોષણા પછી રેલવે બોર્ડએ જૂની ટિકિટ રોલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં પીએમ મોદીનો ફોટો છપાયેલો હતો.

આ પણ વાંચો: પૈસા, છોકરીઓની સપ્લાય અને ગણેશ પરિક્રમા કરવાથી મળે છે ભાજપની ટિકિટ, ઑડિયો વાયરલ

પીએમ નરેન્દ્ર મોદીની તસવીર ટિકિટ પાછળ છાપવામાં આવી

પીએમ નરેન્દ્ર મોદીની તસવીર ટિકિટ પાછળ છાપવામાં આવી

આ કિસ્સામાં નોટિસ આવતા બે આરક્ષણ ક્લાર્ક ડીઆરએમ ઉત્તર રેલવે ઉપરાંત મુખ્ય આરક્ષણ સુપરવાઇઝર અને કોમર્શિયલ નિરીક્ષક તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે ટિકિટ અંગે મામલે સામે આવ્યો છે તેમાં બારાબંકી આરંક્ષણ કેન્દ્ર પર હાજર કર્મચારી ચિત્રા કુમારીએ 14 એપ્રિલે સવારે 10.34 વાગ્યે એક યાત્રીની ટિકિટ બનાવી. ટિકિટ ખરીદનાર વ્યક્તિ મોહમ્મદ શબ્બાર રીઝવી એ બારાબંકીથી વારાણસી જવા માટે ગંગા સતલજ એક્સપ્રેસ ટિકિટ લીધી હતી. પીએમ આવાસ યોજના નિવાસની જાહેરાત આ ટિકિટ પર છાપવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદીની તસવીર ટિકિટ પાછળ છાપવામાં આવી હતી.

આચાર સંહિતાનું ઉલ્લંઘન

તેમને ખબર હતી કે આચાર સંહિતા લાગુ થઇ ચુકી છે, તેવી સ્થિતિમાં ટિકિટ પર પીએમ મોદીનો ફોટો લગાવવો આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તેને સુપરવાઈઝરને તેની ફરિયાદ કરી પરંતુ તેને ધમકાવીને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યો. ત્યારપછી રિઝવીએ મીડિયાને આ વાતની જાણકારી આપી. મીડિયા સામે આ મામલો આવ્યા પછી ચૂંટણી પંચે તેને ધ્યાનમાં લેતા રેલવેને નોટિસ મોકલી છે.

જિલ્લા પ્રશાશન પાસે તેની રિપોર્ટ માંગી

જિલ્લા પ્રશાશન પાસે તેની રિપોર્ટ માંગી

ચૂંટણી પંચે આ મામલે જિલ્લા પ્રશાશન પાસે તેની રિપોર્ટ માંગી. ત્યારપછી ડીએમ ઘ્વારા એડીએમ સંદીપ કુમાર ગુપ્તાને આ મામલે તપાસ સોંપી. એડીએમ ઘ્વારા તપાસમાં રિઝર્વેશન સુપરવાઈઝર સુરેશ કુમાર, આરક્ષણ ક્લાર્ક ચિત્રા કુમારી, અને મુખ્ય આરક્ષણ પર્યવેક્ષણ ઓંકારનાથને દોષી ગણ્યા. એટલું જ નહીં પરંતુ રેલવેએ આ કર્મચારીઓ પર નજર રાખવાની જવાબદારી નિભાવનાર સીએમઆઈ ને પણ સસ્પેન્ડ કર્યા.

English summary
PM Modi’s photo on railway tickets, 4 railway officials suspended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X