ચૂંટણી રાજ્યોમાં વેક્સીન પ્રમાણપત્રમાંથી હટાવવામાં આવે પીએમ મોદીનો ફોટોઃ ચૂંટણી પંચ
કોરોના વાયરસ વેક્સીન પ્રમાણપત્રોમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો હટાવવાની સૂચના અપાઈ.
નવી દિલ્લીઃ ચૂંટણી પંચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કહ્યુ છે કે જે રાજ્યોમાં ચૂંટણી થવા જઈ રહી છે એ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતાના નિયમો હેઠળ કોરોના વાયરસ વેક્સીન પ્રમાણપત્રોમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો હટાવવામાં આવે. પંચે મંત્રાલયને આ બાબતે પત્ર લખ્યો છે અને આ મામલે પોતાનો જવાબ પણ દાખલ કરવા માટે કહ્યુ છે.

તમને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે ચૂંટણી પંચને ફરિયાદ કરીને કહ્યુ હતુ કે કોરોના વાયરસના પ્રમાણપત્રો પર પીએમ મોદીનો ફોટો ચૂંટણી આચાર સંહિતાનુ ઉલ્લંઘન છે. ટીએમસીએ કોરોના વેક્સીન પ્રમાણપત્રો પર પીએમ મોદીના ફોટા પર વાંધો દર્શાવીને કહ્યુ કે તે ફ્રંટલાઈન વર્કર્સ, ડૉક્ટર, નર્સ અને હેલ્થકેર વર્કર્સની ક્રેડિટ લેવાની કોશિશ કરી રહ્યા છે.
આ વાત પર ધ્યાન આપીને ચૂંટણી પંચે આરોગ્ય મંત્રાલયને કેરળ, અસમ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી વેક્સીનના પ્રમાણપત્રોમાંથી પીએમ મોદીનો ફોટો હટાવવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ મુદ્દે ચૂંટણી પંચે બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે જેમણે કહ્યુ હતુ કે કોવિડ-19 રસીકરણ અભિયાન કેન્દ્ર સરકારની યોજના છે.












Click it and Unblock the Notifications
