For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ કરી મીનાક્ષી દેવી મંદિરમાં પૂજા-અર્ચના, આજે તમિલનાડુ-કેરળમાં તાબડતોબ રેલીઓ

આજે પીએમ મોદી તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી પ્રચાર કરવાના છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાંચ રાજ્યોમાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણીઓ માટે બધી રાજકીય પાર્ટીઓએ એડી-ચોટીનુ જોર લગાવી દીધુ છે. ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલુ છે. આ ક્રમમાં આજે પીએમ મોદી તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. જેના માટે તે કાલે જ તમિલનાડુ પહોંચી ચૂક્યા છે. પીએમ મોદીની આજે 4 રેલીઓ છે.

પીએમ મોદીએ મિનાક્ષી મંદિરમાં કરી પૂજા-અર્ચના

પીએમ મોદીએ મિનાક્ષી મંદિરમાં કરી પૂજા-અર્ચના

એક દિવસ પહેલા તમિલનાડુ પહોંચેલા પીએમ મોદીએ સૌથી પહેલા મદુરાઈના પ્રસિદ્ધ અને માનક મિનાક્ષી મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી. આ દરમિયાન પીએમ મોદી પારંપરિક વસ્ત્રોમાં જોવા મળ્યા. પીએમે અહીં વિધિ-વિધાન સાથે પૂજા પાઠ કર્યો. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીની આજે પહેલી રેલી મદુરાઈમાં થવાની છે. અહીં એક જનસભાને સંબોધિત કર્યા બાદ તે કેરળ માટે પ્રસ્થાન કરશે અને પથાનમથિટ્ટામાં લોકોને સંબોધિત કરશે.

36 કલાકમાં 5000 કિમીની સફર

36 કલાકમાં 5000 કિમીની સફર

ત્યારબાદ તેઓ કન્યાકુમારીમાં સાંજે 4 વાગે રેલી કરશે અને ત્યારબાદ તેમની ચોથી રેલી 6 વાગે તિરુવનંતપુરમમાં થશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 36 કલાકમાં 5000 કિમીની સફર કરવાના છે. ગુરુવારે પણ પીએમ મોદીએ ત્રણ રેલીઓ કરી હતી. પીએમ મોદીની આ તાબડતોબ રેલીઓ વિશે ભાજપ મીડિયા સેલના સંયોજક અનિલ બલૂનીએ માહિતી આપી હતી.

પરિશ્રમની પરાકાષ્ઠાને નમન!

પરિશ્રમની પરાકાષ્ઠાને નમન!

તેમણે ટ્વિટ કર્યુ હતુ કે દિલ્લીથી આસામ, આસામથી પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળથી તમિલનાડુ, તમિલનાડુથી કેરળ - આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi કરશે 36 કલાકમાં 5000 કિમીથી વધુનો પ્રવાસ અને ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર. આ જ છે પરિશ્રમની પરાકાષ્ઠા. નમન!

Good Friday 2021: ગુડ ફ્રાઈડે કેમ અને કેવી રીતે મનાવાય છેGood Friday 2021: ગુડ ફ્રાઈડે કેમ અને કેવી રીતે મનાવાય છે

English summary
PM Modi's rallies in Tamil Nadu and Kerala today. He visits Arulmigu Meenakshi Sundareshwarar temple in Madurai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X