For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pm મોદીએ UNGAને કહ્યું કે, વિશ્વની પ્રથમ DNA આધારિત રસી અંતિમ તબક્કામાં છે

કોરોના વાયરસ સામે ભારતમાં તૈયાર કરવામાં આવી રહેલી વિશ્વની પ્રથમ DNA આધારિત રસી તેના નિર્માણના અંતિમ તબક્કામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી વિશ્વને આ માહિતી આપી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોરોના વાયરસ સામે ભારતમાં તૈયાર કરવામાં આવી રહેલી વિશ્વની પ્રથમ DNA આધારિત રસી તેના નિર્માણના અંતિમ તબક્કામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી વિશ્વને આ માહિતી આપી હતી. UNGAની 76મી સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ સમગ્ર વિશ્વમાં કોવિડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની પ્રથમ એમઆરએનએ રસી અંતિમ તબક્કામાં છે.

pm modi

વિશ્વની પ્રથમ DNA આધારિત રસી પૂણે સ્થિત એમક્યુર ફાર્માસ્યુટિકલ્સની પેટા કંપની જેનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહી છે.

ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારતે વિશ્વની પ્રથમ DNA રસી વિકસાવી છે. એમ આરએનએ રસી વિકાસના અંતિમ તબક્કામાં છે. ભારતીય વૈજ્ઞાનિકો પણ કોવિડ 19 સામે સિંગલ ડોઝ રસી વિકસાવી રહ્યા છે.

ક્યાં સુધી પહોંચી છે ટ્રાયલ?

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ ઓગસ્ટમાં ભારતની પ્રથમ mRNA આધારિત COVID 19 રસી HGCO19 માટે બીજા અને ત્રીજા તબક્કાના અભ્યાસ પ્રોટોકોલને મંજૂરી આપી હતી. જેનોઆ બાયોફાર્માસ્યુટિકલ્સે ભારત સરકારના રાષ્ટ્રીય નિયમનકારી સત્તામંડળ (NRA) ના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ને પ્રથમ તબક્કાના અભ્યાસનો અંતિમ ક્લિનિકલ ડેટા સબમિટ કર્યો હતો.

રસી વિષય નિષ્ણાત સમિતિ (SEC) એ વચગાળાના તબક્કા Iના ડેટાની સમીક્ષા કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, HGCO19 અભ્યાસ સ્વયંસેવકોમાં રસી સલામત, સહ્ય અને રોગપ્રતિકારક છે. અત્યારે બીજી ટ્રાયલ 10-15 જગ્યાએ થઈ રહી છે અને ત્રીજી ટ્રાયલ દેશમાં લગભગ 22-27 જગ્યાએ થઈ રહી છે. જીનોવા આ અભ્યાસ માટે DBT-ICMR ક્લિનિકલ ટ્રાયલ્સ નેટવર્ક સાઇટ્સનો ઉપયોગ કરી રહી છે.

English summary
The world's first DNA-based vaccine being developed in India against the corona virus is in the final stages of development.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X