For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણામાં પીએમ મોદીઃ લાલ કિલ્લાથી ટૉયલેટની વાત કરવા પર મારી મજાક ઉડાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે હરિયાણાના કુરુક્ષેત્રમાં પોતાના વિરોધીઓ પર જોરદાર હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે હરિયાણાના કુરુક્ષેત્રમાં પોતાના વિરોધીઓ પર જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે જે લોકો ભ્રષ્ટ છે તેમને તેમનાથી વધારે તકલીફ છે. પીએમ મોદી હરિયાણાના કુરુક્ષેત્રમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના સંબોધનમાં આ વાતો કહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં મહાગઠબંધન પર હુમલો કરતા કહ્યુ, 'દરેક ઈમાનદારને આ ચોકીદાર પર વિશ્વાસ છે. પરંતુ જે ભ્રષ્ટ છે તેમને મોદીથી કષ્ટ છે. મહામિલાવટના આ બધા ચહેરા તપાસ સીબીઆઈ અને કોર્ટને ધમકાવવામાં લાગેલા છે.'

pm modi

તેમણે પોતાને ચોકીદાર ગણાવતા કહ્યુ કે જે વચેટીયા ગરીબોના અધિકારોની લૂટ કરતા હતા તેમને અમે સિસ્ટમની બહાર કરી દીધા છે. તેમણે કોંગ્રેસનું નામ લીધા વિના તેના પર નિશાન સાધતા કહ્યુ કે અમુક લોકોને લાગે છે કે ઈતિહાસ વર્ષ 1747થી જ શરૂ થયો છે અને એક પરિવાર માટે છે. તે પોતાને દેશને મૂળથી કાપવા અને ઈતિહાસ ફરીથી લખવાની કોશિશ કરી રહ્યા છે.

તેમણે દેશભરમાં ટૉયલેટ બનાવવાના પોતાના અભિયાન વિશે કહ્યુ કે આ લોકોએ લાલ કિલ્લા પર આની વાત કરવા પર મારી મજાક ઉડાવી. તેમણે કહ્યુ કે તમે જોયુ હશે કે જે લોકો પહેલા સત્તામાં હતા તેમણે મારી મજાક ઉડાવી, તેમણે મને અલગ અલગ નામ આપ્યા. પૂછ્યુ કે લાલ કિલ્લા પરથી શૌચાલય વિશે વાત કરનાર હું પહેલો પીએમ છુ. પરંતુ આ એ જ લોકો હતા જે દેશની મહિલાઓની પીડી નહોતા સમજતા. મે તેમની પીડા સમજી અને તેમના માટે કંઈક કરવાનો નિર્ણય કર્યો. પીએમ મોદીએ આગળ કહ્યુ કે પહેલા દીકરીઓ એટલા માટે શાળા છોડી દેતી હતી કારણકે ત્યાં ટૉયલેટની વ્યવસ્થા નહોતી. કરોડો બહેનોની પીડીએ મને ઝંઝોડી દીધો. આ કારણે મે લાલ કિલ્લા પરથી દેશની બહેન દીકરીઓને આ અપમાનમાંથી મુક્તિ અપાવવાનો સંકલ્પ કર્યો.

આ પણ વાંચોઃ જિગ્નેશ મેવાણીને ચીફ ગેસ્ટ બનાવતા વાર્ષિકોત્સવ થયો રદ, પ્રિન્સિપાલે આપ્યુ રાજીનામુઆ પણ વાંચોઃ જિગ્નેશ મેવાણીને ચીફ ગેસ્ટ બનાવતા વાર્ષિકોત્સવ થયો રદ, પ્રિન્સિપાલે આપ્યુ રાજીનામુ

English summary
PM Modi says I was mocked for talking about toilets from Red Fort
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X