દિલ્લીમાં જળભરાવ અને પૂરને લઈને પીએમ મોદીએ ફ્રાંસથી અમિત શાહ અને એલજી સાથે કરી વાત

Delhi Flood: છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે દિલ્હીમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સથી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. વાસ્તવમાં, દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ઘણું વધી ગયું છે જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે.

વાતચીત દરમિયાન અમિત શાહે પીએમને દિલ્હીની સ્થિતિ વિશે જાણકારી આપી. અમિત શાહે માહિતી આપી હતી કે આગામી 24 કલાકમાં દિલ્હીમાં પાણીનું સ્તર ઘટી શકે છે, તેઓ એલજીએ સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જરૂર પડ્યે લોકોને મદદ કરવા માટે પૂરતી સંખ્યામાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

modi-shah

પીએમ મોદીએ માત્ર અમિત શાહ જ નહીં પરંતુ દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના સાથે પણ વાત કરી છે. આ જાણકારી દિલ્હીના એલજીએ પોતે ટ્વીટ કરીને આપી છે.

વિનય કુમાર સક્સેનાએ ટ્વીટમાં લખ્યું છે કે, વડાપ્રધાને ફ્રાન્સથી ફોન કરીને દિલ્હીમાં જળબંબાકાર અને પૂરની સ્થિતિ અને તેનાથી નિપટવાના પ્રયાસો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે કેન્દ્ર સરકાર પાસેથી શક્ય તમામ મદદ લઈને દિલ્હીના હિતમાં યોગ્ય પગલાં ભરવા સૂચના આપી છે.

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ITO રોડ પર પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. યમુના નદીનું જળસ્તર જે રીતે વધ્યું છે તેના કારણે રાજઘાટ ડૂબી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X