For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી રાજૌરીમાં સૈનિકો સાથે દિવાળી મનાવશે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની જેમ આ વખતે પણ સરહદ પર દેશની સુરક્ષા માટે તૈનાત સૈનિકોની વચ્ચે દિવાળી ઉજવવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન દિવાળી પર જમ્મુ વિભાગના રાજૌરી જિલ્લાના નૌશહરા જઈ રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 03 નવેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની જેમ આ વખતે પણ સરહદ પર દેશની સુરક્ષા માટે તૈનાત સૈનિકોની વચ્ચે દિવાળી ઉજવવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન દિવાળી પર જમ્મુ વિભાગના રાજૌરી જિલ્લાના નૌશહરા જઈ રહ્યા છે. જો કે, વડાપ્રધાનના જવાનો સાથે દિવાળી મનાવવાનું સ્થળ પણ છેલ્લી ઘડીએ બદલી શકે છે. વર્ષ 2019માં પણ વડાપ્રધાને રાજૌરીમાં જ ફોરવર્ડ એરિયામાં દિવાળીની ઉજવણી કરીને સૈનિકોનું મનોબળ વધાર્યું હતું.

Narendra Modi

વર્ષ 2019માં પણ વડાપ્રધાને રાજૌરીમાં જ ફોરવર્ડ એરિયામાં દિવાળીની ઉજવણી કરીને સૈનિકોનું મનોબળ વધાર્યું હતું. ગુરુવારે LoCના નૌશેરા સેક્ટરમાં વડાપ્રધાનની મુલાકાત પ્રસ્તાવિત છે, તેના માટે તૈયારીઓ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજૌરી ખાતે બ્રિગેડ હેડક્વાર્ટર, નૌશેરામાં ફોરવર્ડ એરિયા સહિત કેટલાક અન્ય સ્થળોએ જવાનોને મળીને દિવાળીનો તહેવાર ઉજવશે. પીએમની મુલાકાતની તૈયારીના ભાગરૂપે સેનાએ પણ જવાનોને સતર્ક કરી દીધા છે.

વડાપ્રધાનની મુલાકાતને લઈને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. રાજૌરી અને પૂંચ જિલ્લાના સરહદી વિસ્તારોમાં સ્થિત ગાઢ જંગલોમાં ત્રણ અઠવાડિયાથી આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે સૈનિકો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવા દેશની સરહદોની મુલાકાત લેતા રહે છે. આવા પ્રસંગોએ સૈનિકોને મળીને પીએમ મોદી તેમની સાથે સમય વિતાવે છે અને મીઠાઈ વહેંચે છે. પીએમ મોદીએ અગાઉ જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને અન્ય સ્થળોએ સૈનિકો વચ્ચે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડમાં ચીની સરહદ પર તૈનાત આર્મી અને ઈન્ડો-તિબેટીયન પોલીસ ફોર્સ (ITBP)ના સૈનિકો સાથે વર્ષ 2018માં દિવાળીની ઉજવણી કરી હતી. 2017 માં, તેમને જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી જ્યારે 2016 માં દિવાળી પર તેઓ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ITBP જવાનો સાથે હતા. 2014 માં કાર્યભાર સંભાળ્યા પછી PM હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરના આગળના વિસ્તારોમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરતા આવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા સતત આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં સેનાએ કેટલાય નામચીન આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. ત્યારે હવે મોદી કાશ્મીર સેનાનું મનોબળ વધારવા પહોંચી રહ્યાં છે.

English summary
PM Modi to celebrate Diwali with soldiers in Rajouri!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X