For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17 નવેમ્બરે થશે પ્રધાનમંત્રી મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આમનો-સામનો

કહેવામાં આવી રહ્યુ છે કે આવતા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આમનો-સામનો થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ટકરાવને પાંચ મહિના થઈ ચૂક્યા છે. આ ટકરાવ વચ્ચે એક એવા સમાચાર આવી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે આવતા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આમનો-સામનો થશે. સૂત્રો તરફથી જણાવવામાં આવી રહ્યુ છે કે આવતા મહિને 17 નવેમ્બરે બ્રિક્સ સંમેલન દરમિયાન બંને નેતા એક બીજા સામે આવશે. જો કે આ એક વર્ચ્યુઅલ મીટિંગ હશે જેમાં ભારત અને ચીન ઉપરાંત રશિયા, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાના નેતા પણ શામેલ થશે.

modi- jinping

મે મહિનાથી લદ્દાખમાં ચાલી રહેલ ટકરાવ વચ્ચે બંને નેતાઓની આ મુલાકાત થશે. હાલમાં સપ્તાહમાં ભારત અને ચીનના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની મુલાકાત બીજા આંતરરાષ્ટ્રીય મંચો પર થઈ છે. પરંતુ બંને નેતાઓ વચ્ચે હજુ સુધી કોઈ સંપર્ક થયો નથી. ચીનમાં ભારતના પૂર્વ રાજદૂત રહી ચૂકેલા વિષ્ણુ પ્રકાશનુ કહેવુ છે કે ભારત અને ચીનના નેતાઓની વર્ચ્યુઅલ મીટિંગ આવનારા દિવસોમાં સકારાત્મક પરિણામો આપી શકે છે. બ્રિક્સ સંમેલન દરમિયાન સભ્ય દેશો વચ્ચે પરસ્પર સહયોગને મજબૂત કરવા પર ચર્ચા થશે. સોમવારે આ બાબતે એક ઔપચારિક એલાન કરવામાં આવ્યુ છે. રશિયા અત્યારે આ સંગઠનના પ્રમુખ છે.

આ વખતે બ્રિક્સ સંમેલનની થીમ છે, 'વૈશ્વિક સ્થિરતા, સુરક્ષા ભાગીદારી અને ઉન્નતિ પ્રગતિ માટે બ્રિક્સની ભાગીદારી' બ્રિક્સ સંમેલન પહેલા મેમાં યોજાવાનુ હતુ. આ સંમેલન સેન્ટ પીટ્સબર્ગમાં યોજાવાનુ હતુ. આ સાથે જ શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઈઝેશન(એસસીઓ) સંમેલન જેને 21થી 23 જુલાઈ સુધી આયોજિત કરવાનુ હતુ તેને પણ કોરોના વાયરસ મહામારીના કારણે સ્થગિત કરવુ પડ્યુ. રશિયા, બ્રિક્સ સંમેલનની યજમાની કરવા ઈચ્છુક હતુ પરંતુ ઘણા સભ્યો તરફથી કોવિડને જોતા શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આ સંમેલનને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આયોજિત કરવાનુ મન બનાવવામાં આવ્યુ.

JEE Advanced Result 2020: સુરતનો અનમોલ શરાફ ટૉપ 100માંJEE Advanced Result 2020: સુરતનો અનમોલ શરાફ ટૉપ 100માં

English summary
PM Modi to come face to face with Chinese President Xi Jinping at BRICS summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X