For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે વારાણસીને આપશે 614 કરોડની 37 પરિયોજનાની દિવાળી ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 614 કરોડની 37 પરિયોજનાઓનુ ઉદઘાટન કરીને વારાણસીને દિવાળીની ભેટ આપવાના છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવાર(9 નવેમ્બર) 614 કરોડની 37 પરિયોજનાઓનુ ઉદઘાટન કરીને વારાણસીને દિવાળીની ભેટ આપવાના છે. પીએમ મોદી સોમવારની સવારે લગભગ સાડા દસ વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી 37 અલગ અલગ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન વર્ચ્યુઅલ માધ્યમથી આ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સાથે હાજર હશે. આ માહિતી પીએમઓ તરફથી વારાણસીના જિલ્લાધિકારી ઓફિસને આપવામાં આવી છે.

modi

પ્રધાનમંત્રીએ આના માટે ટ્વિટ કરીને રવિવારે(8 નવેમ્બર) લખ્યુ, 'વારાણસીની વિકાસ યાત્રામાં કાલે એક મહત્વપૂર્ણ અધ્યાય જોડાવાનો છે. સવારે 10.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ઘણી પરિયોજનાઓનુ ઉદઘાટન અને શિલાન્યાસ કરીશુ. આમાં કૃષિ તેમજ પર્યટન સાથે પાયાગત સુવિધાઓ સાથે જોડાયેલા અન્ય પ્રોજેક્ટ પણ શામેલ છે. '

ટ્રમ્પ બોલ્યાઃ આ એક ચોર છે, આ ચોરીની ચૂંટણી હતીટ્રમ્પ બોલ્યાઃ આ એક ચોર છે, આ ચોરીની ચૂંટણી હતી

English summary
PM Modi to inaugurate 37 various development projects of 614 crores in Varanasivia video conferencing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X