For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ઉજ્વલા 2.0 યોજનાનો શુભારંભ કરશે પીએમ મોદી, બુધવારે CIIની બેઠકને કરશે સંબોધિત

આજે પીએમ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મહોબામાં એલપીજી કનેક્શન સોંપીને ઉજ્વલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના)નો શુભારંભ કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના નામે વધુ એક કીર્તિમાન કર્યો. પહેલી વાર ભારતના કોઈ પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)ની બેઠકની અધ્યક્ષતા કરીને ઈતિહાસ રચી દીધો. યુએનએસસીમાં ઘણા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા બાદ આજે(મંગળવાર) પીએમ મોદી ઉત્તર પ્રદેશના મહોબામાં એલપીજી કનેક્શન સોંપીને ઉજ્વલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના)નો શુભારંભ કરશે. આ દરમિયાન પીએમ મોદી ઉજ્વલાના લાભાર્થીઓ સાથે વાત કરશે.

pm modi

ઉલ્લેખનીય છે કે ઘર-ઘર એલપીજી ગેસ કનેક્શન પહોંચાડવાના પોતાના અભિયાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ યોજનનાનો પાર્ટ-2 શરુ કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના(પીએમયુવાય) ના પહેલા તબક્કામાં 2016થી 2019 સુધી કેન્દ્ર સરકારે લગભગ 8 કરોડ પરિવારોને એલપીજી ગેસ કનેક્શન પૂરુ પાડ્યા. હવે આજે પીએમ મોદી બપોરે લગભગ 12.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી આ યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરશે. પીએમ મોદી પોતાના ભાષણમાં રાષ્ટ્રને પણ સંબોધિત કરી શકે છે.

બુધવારે CIIની વાર્ષિક બેઠકને સંબોધિત કરશે પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 ઓગસ્ટ બુધવારના રોજ ભારતીય ઉદ્યોગ પરિસંઘ(સીઆઈઆઈ)ની વાર્ષિક બેઠકને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બેઠકની થીમ 'ઈન્ડિયા@75: આત્મનિર્ભર ભારત માટે સાથે મળીને કામ કરી રહ્યા સરકાર અને બિઝનેસ' હશે. મીટિંગમાં પીએમ મોદી ભારતમાં વ્યવસાય અને ઉત્પાદન વધારવા પર જોર આપી શકે છે. સાથે જ નવી ટેકનિકના ઉપયોગ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ દરમિયાન સોમવારે વાણિજ્ય સચિવ બીવી આર સુબ્રમણ્યમે સોમવારે સરકારના ઈ-માર્કેટપ્લેસ(જીઈએમ)ના વિસ્તારની વકીલાત કરી છે.

English summary
PM Modi to launch Ujjwala 2.0 today and will address CII meeting on Wednesday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X