For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કટોકટીની 43 મી પુણ્યતિથિ પર પીએમ મોદીઃ ‘એ ઈતિહાસનો કાળો અધ્યાય'

પીએમ મોદીએ કટોકટીની 43 મી પુણ્યતિથિ પર ટ્વિટ કરતા કહ્યુ કે જે લોકોએ કટોકટીનો વિરોધ કર્યો હતો તેમને હું સલામ કરુ છુ.

|
Google Oneindia Gujarati News

દેશમાં કટોકટીના 43 વર્ષો બાદ પણ જ્યારે જ્યારે લોકતંત્રની સલામતીની વાત થાય છે ત્યારે ઈતિહાસના પાનાં પલટાઈ જાય છે. સોમવારનો દિવસ પણ એવો જ એક દિવસ હતો જ્યારે ભાજપે કટોકટીને લઈને કોંગ્રેસ પર ચારે તરફથી હુમલા કર્યા અને આમાં પીએમ મોદી પણ પાછળ ન રહ્યા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કોંગ્રેસ પર હુમલો કર્યો અને તેને એક કાળો અધ્યાય ગણાવ્યો.

કટોકટીની 43 મી પુણયતિથિ

કટોકટીની 43 મી પુણયતિથિ

પીએમ મોદીએ કટોકટીની 43 મી પુણ્યતિથિ પર ટ્વિટ કરતા કહ્યુ કે જે લોકોએ કટોકટીનો વિરોધ કર્યો હતો તેમને હું સલામ કરુ છુ. પીએમ મોદીએ સોમવારે મુંબઈમાં ભાજપના એક કાર્યક્રમમાં 1975 માં કટોકટી સામે લડનારા લોકો સાથે મુલાકાત કરી હતી.

ભારત કટોકટીને અંધારા રૂપે યાદ કરે છે

પીએમ મોદીએ બીજા ટ્વિટમાં કહ્યુ કે ભારત કટોકટીને અંધારાના રૂપમાં યાદ કરે છે જે દરમિયાન દરેક સંસ્થાને તોડી દેવામાં આવી હતી અને ડરનો માહોલ બનાવવામાં આવ્યો હતો,. તેમણે કહ્યુ કે આ દરમિયાન માત્ર લોકોને નહિ પરંતુ વિચારો અને કલાત્મક સ્વતંત્રતાને પણ રાજકારણ માટે બંધક બનાવી દેવામાં આવી હતી.

લોકતાંત્રિક આસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરો

પીએમ મોદીએ ત્રીજા ટ્વિટમાં કહ્યુ કે, "આવો આપણે આપણી લોકતાંત્રિક આસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરીએ. લેખન, ચર્ચા વિચારણા આપણા લોકતંત્રના મહત્વપૂર્ણ હિસ્સા છે. જેના પર અમને ગર્વ છે. કોઈ પણ આપણા સંવિધાનના પાયાગત સિધ્ધાંતોને ક્યારેય પણ ઓછા ન કરી શકે."

26 જૂન, 1975 માં કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી

કટોકટી અંગે પોતાના બ્લોગમા અરુણ જેટલીએ પણ લખ્યુ છે. જેને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતુ. ઇન્દિરા ગાંધીએ ભારતને વંશવાદી લોકતંત્રમાં બદલવા માટે પગલુ ઉઠાવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધી 1966 થી 1984 વચ્ચે સત્તામાં રહ્યા. જ્યારે 26 જૂન, 1975 માં કટોકટીનો આદેશ આપ્યો હતો.

English summary
PM Modi tweets on Emergency, calls it dark period and attacks congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X