For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જર્મની ચાંસેલર એન્જેલા મર્કેલનું રાષ્ટ્રપતિ ભવનમાં મોદીએ સ્વાગત કર્યું

જર્મની ચાંસેલર એન્જેલા મર્કેલનું રાષ્ટ્રપતિ ભવનમાં મોદીએ સ્વાગત કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જર્મનીની ચાંસલેસર એન્જેલા મર્કેલ ભારતના પ્રવાસે આવ્યાં છે અને તેઓ રાષ્ટ્રપતિ ભવને પહોંચી ગયાં છે. જ્યાં પીએમ મોદીએ એન્જેલા માર્કેલનું સ્વાગત કર્યું છે. પીએમ મોદી અને એંજેલા માર્કેલ કેટલાય મહત્વપૂર્ણ દ્વીપક્ષિય મામલા પર વાતચીત કરશે. માનવામાં આવી રહ્યું છે કે 20 સમજૂતી પર ભારત અને જર્મની હસ્તાક્ષર કરશે. જણાવી દઈએ કે એન્જેલા માર્કેલ ગુરુવારે પાંચમા ભારતીય-જર્મની ઈન્ટર ગવર્નમેન્ટ કંસલટેશનમાં ભાગ લેવા માટે ભારત પહોંચ્યાં છે. ભારતમાં તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કર્યું હતું.

modi

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી આ બાબતની જાણખારી આપતા કહ્યું કે બંને દેશ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે જર્મનીના ચાંસલર એન્જેલા માર્કેલ દિલ્હી પહોંચ્યાં છે. પોતાના પ્રવાસ દરમિયાન એન્જેલા મર્કેલ પીએમ મોદી સાથે પાંચમા આઈજીસીની સહ-અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ વચ્ચે એક વર્ષમાં આ પાંચમી મુલાકાત છે. જાણકારી મુજબ મર્કેલ રાજઘાટ પર જશે અને ત્યાં ગાંધીજીની સમાધી પર માળા અર્પણ કરશે.

આઈસીજીમાં બંને દેશ ટ્રાન્સપોર્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, ઉર્જાના ક્ષેત્રમાં આંતરિક સહયોગને વધારવા પર ચર્ચા કરશે. સાથે જ બંને નેતાઓ આ દરમિયાન વૈશ્વિક અને આંતરિક હિતોના મુદ્દે પણ ચર્ચા કરશે. બંને નેતા એકબીજાના દેશના સીઈઓ અને બિઝનેસ લિડર સાથે પણ મુલાકાત કરશે. મર્કેલ ગાંધી સ્મૃતિ પણ જશે. એંજેલા મર્કેલ ભારતની મહિલા નેતાઓની મુલાકાત પણ કરશે અને બિઝનેસ ફોરમને સંબોધિત કરશે. શનિવારે મર્કેલ દ્વારકાના મેટ્રો સ્ટેશનનો પ્રવાસ કરશે. જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં મર્કેલની મુલાકાત પીએમ મોદી સાથે ન્યૂયોર્કમાં યૂએન જનરલ એસેમ્બલીના 74મા અધિવેશન દરમિયાન થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે કેટલાય મુદ્દે વાતચીત થઈ હતી.

રેનોલ્ટ લાવશે કોમ્પેક્ટ સેડાન કાર, મારુતિ સુઝુકી ડિઝાયર અને હોન્ડા એમેઝને આપશે ટક્કરરેનોલ્ટ લાવશે કોમ્પેક્ટ સેડાન કાર, મારુતિ સુઝુકી ડિઝાયર અને હોન્ડા એમેઝને આપશે ટક્કર

English summary
pm modi welcomes german chancellor angela merkel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X