For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Modi આજે લખનઉના પ્રવાસે, 75 હજાર લોકોને તેમના સપનાના ઘરની ચાવીઓ સોંપશે

PM Modi આજે લખનઉના પ્રવાસે, 75 હજાર લોકોને તેમના સપનાના ઘરની ચાવીઓ સોંપશે

|
Google Oneindia Gujarati News

ન્યૂ ઈન્ડિય અર્બન કૉન્કલેવનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (5 ઓક્ટોબરે) ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચી રહ્યા છે. પીએમ મોદી અહીં 10:30 વાગ્યે કાર્યક્રમ સ્થળ ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન પહોંચશે અને કાર્યક્રમનો શુભારંભ કરશે. એટલું જ નહીં, પીએમ યૂપીના 75 જિલ્લાના પ્રધાનમંત્રી શહેરી વિકાસ યોજનાના 75 હજાર લાભાર્થીઓને ડિજિટલ માધ્યમથી ઘરની ચાવીઓ સોંપશે. આ કાર્યક્રમ કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય અને નગર વિકકાસ વિભાગ તરફથી આયોજિત કરવામાં આવ્યો છે, જે ત્રણ દિવસ સુધી ચાલશે.

narendra modi

FAME-II અંતર્ગત લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર, ઝાંસી અને ગાઝિયાબાદ સહિત સાત શહેરો માટે 75 બસને લીલી ઝંડી દેખાડી રવાના કરશે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી એક કૉફી ટેબલ બુકનું વિમોચન કરસે જેમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલય અંતર્ગત કાર્યાન્વિત 75 પરિયોજનાઓ વિશે જણાવવામાં આવશે. જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં થનાર આ કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ સિંહ પુરી, કૌશલ કિશોર સહિત દેશના તમામ રાજ્યોના નગર વિકાસ મંત્રી અને વિવિધ વિભાગોના પ્રમુખ અધિકારીઓ પણ હાજર રહેશે.

જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી આ એક્સપોમાં લગાવવામાં આવી રહેલ ત્રણ પ્રદર્શનિઓનું પણ અવલોકન કરશે. પીએમ મોદી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય, લખનઉમાં અટલ બિહારી વાજપેયી પીઠની સ્થાપનાની પણ ઘોષણા કરશે. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી, યૂપીના રાજ્યપાલ અને સીએમ યોગી આદિત્યનાથ હાજર રહેશે. જણાવી દઈએ કે આઝાદીના 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલય દ્વારા આ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક્સપો 5થી 7 ઓક્ટોબર સુધી ચાલશે. ઉપરાંત આ એક્સપોમાં યૂપી સરકારની વિવિધ પરિયોજનાઓ અને તેનાથી આવેલ બદલાવોનું પ્રદર્શન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહીગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

6 કલાક ઠપ રહ્યા બાદ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામની સેવાઓ ફરી શરૂ6 કલાક ઠપ રહ્યા બાદ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામની સેવાઓ ફરી શરૂ

આ એક્સપોની થીમ ન્યૂ અર્બન ઈન્ડિયા રાખવામાં આવી છે. આ એક્સપોમાં શહેરી વિકાસ મંત્રાલયની ઉપલબ્ધિઓ અને તેની ભવિષ્યની યોજનાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત તેને કંસ્ટ્રક્શનના ક્ષેત્રમાં મીલનો પથ્થર સાબિત તનાર 75 ઈનોવેટિવ કંસ્ટ્રક્શન ટેક્નોલોજીનું પણ આ એક્સપોમાં પ્રદર્શન કરવામાં આવનાર છે.

English summary
PM Modi will hand over the keys of his dream home to 75,000 people during his visit to Lucknow today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X