For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ આપી હિંદી દિવસની શુભકામનાઓ, કહ્યુ - વૈશ્વિક મંચ પર હિંદીની ઓળખ મજબૂત થઈ રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હિંદી દિવસની શુભકામનાઓ પાઠવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં આજે એટલે કે 14 સપ્ટેમ્બરે હિંદી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આઝાદ ભારતની બંધારણ સભાએ 14 સપ્ટેમ્બર, 1949ના રોજ હિંદીને અધિકૃત ભાષા માની હતી. દેશમાં પહેલી વાર 14 સપ્ટેમ્બર 1953ના રોજ હિંદી દિવસ મનાવવામાં આવ્યો હતો. આ દિવસ હિંદી દિવસને પ્રોત્સાહન આપવા અને તેના મહત્વને સમજાવવા માટે મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હિંદી દિવસની શુભકામનાઓ પાઠવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ છે, 'તમને સહુને હિંદી દિવસની અઢળક શુભકામના. હિંદીને એક સક્ષમ અને સમર્થ ભાષા બનાવવામાં અલગ-અલગ ક્ષેત્રોના લોકોએ ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ તમારા પ્રયાસોનુ જ પરિણામ છે કે વૈશ્વિક મંચ પર હિંદી સતત પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યુ છે.'

pm modi

આ ખાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ભારતવાસીઓને શુભકામના પાઠવી છે. તેમણે આ વિશે એક ટ્વિટ કર્યુ છે જેમાં તેમણે લખ્યુ છે કે, 'ભાષા મનોભાવ વ્યક્ત કરવાનુ સૌથી સશક્ત માધ્યમ છે. હિંદી આપણી સાંસ્કૃતિક ચેતના તેમજ રાષ્ટ્રીય એકતાનો મૂળ આધાર હોવા સાથે-સાથે પ્રાચીન સભ્યતા અને આધુનિક પ્રગતિ વચ્ચેનો એક સેતુ પણ છે. મોદીજીના નેતૃત્વમાં આપણે હિંદુ તેમજ બધી ભારતીય ભાષાઓને સમાંતર વિકાસ માટે નિરંતર કટિહબદ્ધ છીએ.'

ગૃહમંત્રી અમિત શાહે હિંદી દિવસની લોકોને શુભકામના પાઠવીને પોતાના એક અન્ય ટ્વિટમાં લખ્યુ છે, 'હિંદી દિવસ પર હું સૌ દેશવાસીઓને આગ્રહ કરુ છુ કે મૂળ કાર્યોમાં પોતાના માતૃભાષા સાથે રાજભાષા હિંદીનો ઉત્તરોત્તર ઉપયોગ કરવાનો સંકલ્પ કરે. માતૃભાષા તેમજ રાજભાષાના સમન્યવયથી જ ભારતની પ્રગતિ સમાયેલી છે. તમને સહુને હિંદી દિવસની હાર્દિક શુભકામનાઓ.'

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે, 'સહુ દેશવાસીઓને હિંદી દિવસની હાર્દિક શુભકામનાઓ. હિંદી, ભારતની રાજભાષા હોવા સાતે દેશની સાંસ્કૃતિક તેમજ પરંપરાની પણ ઓળખ છે. આવો, આપણે સહુ અન્ય ભારતીય ભાષાઓ સાથે રાષ્ટ્રીય એકતાની સૂત્રધાર હિંદીનો ઉપયોગ કરીને રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનુ મહત્વપૂર્ણ યોગદાન આપીએ.'

હિંદી દિવસની અમુક ખાસ વાતો

  • વર્ષ 1918માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિંદી સાહિત્ય સંમેલનમાં હિંદી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે કહ્યુ હતુ.
  • બાપૂએ કહ્યુ હતુ કે હિંદી આપણી ઓળખ પણ છે અને સમ્માન પણ માટે તેને રાષ્ટ્રભાષા બનાવવી જોઈએ.
  • એક આંકડા મુજબ દેશના 78 ટકા લોકો હિંદી લખે, વાંચે, બોલે અને સમજે છે.
  • 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિંદી દિવસ પણ મનાવવામાં આવે છે.
  • પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં પણ હિંદી બોલવામાં આવે છે.
  • ભૂટાનના પણ અમુક ભાગોમાં હિંદી બોલવામાં આવે છે.

English summary
PM Narendra Modi wishes Hindi Diwas - Hindi has strong identity on the global stage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X